હોમ પેજ / રેસિપી / સાંબાર વડી

Photo of Sambar vadi by Bijal Thaker at BetterButter
395
3
0.0(0)
0

સાંબાર વડી

Mar-14-2019
Bijal Thaker
15 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સાંબાર વડી રેસીપી વિશે

આ કોથમીર થી બનતી નાગપૂરી વાનગી ચટપટી છે. અને પૌષ્ટિક પણ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • મહારાષ્ટ્ર
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ચણાનો લોટ 2 વાટકી
  2. ઘઉંનો લોટ પોણી વાટકી
  3. મેંદો 3 ચમચી
  4. મીઠું સ્વાદઅનુસાર
  5. તેલ 2 ચમચી મોણ માટે
  6. હળદર ચપટી
  7. લાલ મરચું અડધી ચમચી
  8. પાણી જરૂર મુજબ
  9. કોથમીર 1 વાટકો
  10. બટાકા 1 નંગ
  11. કાજુ 15 નંગ (ટુકડા કરી લો)
  12. સૂકી દ્વાક્ષ 12-15 નંગ
  13. બદામ 6-8 (ટુકડા કરી લો)
  14. આદુ-મરચા-લસણ ની પેસ્ટ 1 ચમચી
  15. ગરમ મસાલો 1/2 ચમચી
  16. લાલ મરચું 1 ચમચી
  17. સૂકા કોપરાનું છીણ 3 ચમચી
  18. ખસખસ 2 ચમચી
  19. રાઇ પા ચમચી
  20. જીરૂ પા ચમચી
  21. લીંબુનો રસ 1 ચમચી
  22. ખાંડ 1 ચમચી

સૂચનાઓ

  1. કોથમીર ધોઈ ને સારી રીતે કોરી કરી લો. બટાકાને ઝીણું સમારી ફ્રાય કરી લો.
  2. બહારના પડ માટે લોટ બાંધી લેવો( બહુ ઢીલો નહીં અને કડક પણ નહીં ).ઢાંકી ને રાખી લો.
  3. કડાઈ મા તેલ મૂકી રાઈ જીરૂ ખીલે એટલે આદુ-મરચા-લસણ ની પેસ્ટ ઉમેરી દો. ડ્રાયફ્રુટ ઉમેરી બદામી થાય એટલે હલાવી કોપરાનું છીણ, ખસખસ, મસાલા મિક્સ કરો. તરત શેકાઇ જશે. ગેસ બંધ કરી કોથમીર, બટાકા ઉમેરી લો. મીઠું, લીંબુનો રસ અને ખાંડ ઉમેરી બરાબર હલાવી લો. પૂરણ ઠંડુ પડવા દો.
  4. હવે રોટલા વણી ઉપરની તરફ પાણી લગાવી પૂરણ પાથરી રોલ વાળી લો.
  5. રોલ તળી લો. પસંદ અનુસાર સાઇઝ ના કટ કરી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર