હોમ પેજ / રેસિપી / કોન ચાટ

Photo of Cone chaat by Jhanvi Chandwani at BetterButter
490
5
0.0(0)
0

કોન ચાટ

Mar-14-2019
Jhanvi Chandwani
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોન ચાટ રેસીપી વિશે

સ્ટ્રીટ ફૂડ નું નામ આવે તો ચાટ પહેલા યાદ આવે. આ ચાટ મેં કોન બનાવી ને તેની અંદર ચાટ બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 5

  1. મૈદો. 1 વાટકી
  2. રવો. 3 ચમચી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. અજમો 2 ચૂંટકી
  5. બાફેલા બટાકા. 2
  6. ટામેટા. 2 બારીક સમારેલા
  7. ડુંગળી. 1 બારીક સમારેલી
  8. ઝીણી સેવ. 1 વાટકી
  9. આંબલી ગોળ ની ચટણી. 1 વાટકી
  10. લીલી ચટણી. 1 વાટકી
  11. દહીં 1/2 વાટકી
  12. ચાટ મસાલો. 1/2 ચમચી
  13. લાલ મરચું પાવડર. 1/2 નાની ચમચી
  14. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. મૈદો લઈ તેમાં રવો, મીઠું, 2 ,ચમચી તેલ અને અજમો નાખી લોટ બાંધી લો. વધારે નરમ ન કરવો. પછી તેમાં1 લુઓ લઈ રોટલી વણી લો. તેમાં ચાકુ થી કટ કરી લાંબી લાઇન ખીચવી. પછી કોન સંચો લઈ તેની ઉપર 1-1 લાઇન વાળી રોટલી લઈ ચોંટાળો લાસ્ટમાં કિનારી જોઈન્ટ કરવામાં પાણી લગાડવું.
  2. કોન પૂરો પેક કરી તેને તેલ માં ડીપ ફ્રાય કરો.. ફ્રાય કરતા વખતે કોન નો સંચો ધીરે ધીરે કાઢી લેવું.. ત્યાર બાદ તેને કડક ફ્રાય કરવી. બીજી રીતે પણ બનાવી શકાય રોટલી માં સમોસા જેવું કટ કરી કોન ની ઉપર ફોલ્ડ કરી લો આને પણ કિનારી પાણી ની મદદ થી પેક કરવી..
  3. હવે એક બાઉલ માં બાફેલા બટાકા લો તેમાં 2 ચમચી ડુંગળી,2 ચમચી ટામેટા,2 ચમચી આંબલી ચટણી,2 ચમચી લીલી ચટણી,2 ચમચી સેવ, ચાટ મસાલો, મીઠું, લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી લો..
  4. કોન લઈ તેમાં પહેલા થોડી આંબલી ચટણી નાખો, પછી લીલી ચટણી નાખો આના બાદ બટાકા મસાલો નાખો અને તેને ધીરે ધીરે કોન ની અંદર દબાવો. પછી તેમાં ફરી આંબલી ચટણી, લીલી ચટણી, ટામેટા, ડુંગળી, દહીં અને સેવ નાખવી... તૈયાર છે આપણા કોન ચાટ...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર