હોમ પેજ / રેસિપી / મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ જીની ડોસા

Photo of Mumbai Street style Jini Dosa by Khyati Dhaval at BetterButter
173
4
0.0(0)
0

મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ જીની ડોસા

Mar-15-2019
Khyati Dhaval
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ જીની ડોસા રેસીપી વિશે

આ એક મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે જીની ડોસા ના નામ થી ઓળખાય છે. એમાં રેગ્યુલર ડોસા ની અંદર અલગ અલગ વેજિટેબલ્સ અને લાલ મરચા અને લસણ ની ચટણી નું સ્ટફિન્ગ તથા ચીઝ નો ઉપયોગ કરવામાં આવે છે. આને ફયુઝન ડોસા પણ કહી શકાય.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • મહારાષ્ટ્ર
 • શેકેલું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

 1. ડોસા નું ખીરું 4 -5 કપ
 2. 2 નાના kanda
 3. 1 ટામેટું
 4. 1 ગ્રીન કેપ્સિકમ
 5. 1 રેડ કેપ્સિકમ
 6. 1 ગાજર
 7. 1/4 કોબી
 8. 3/4 કપ બાફેલા બટેકા નો માવો
 9. 2 ચમચી ચિલ્લી ફ્લાકેસ
 10. 1 ચમચી લાલ મરચું
 11. મીઠુ સ્વાદનુસાર
 12. બટર જરૂર પ્રમાણે
 13. ચીઝ છીણેલું જરૂર પ્રમાણે
 14. તેલ 1-2 કપ
 15. ટામેટા અને લસણ ની ચટણી માટે
 16. 10-12 સુકા લાલ મરચા
 17. 1 મોટુ લસણ છોલેલું
 18. 2 ટામેટા
 19. મીઠુ સ્વાદ અનુસાર

સૂચનાઓ

 1. કાંદા, ટામેટા, ગાજર, બંને કેપ્સિકમ, કોબી ને ચોપ્પર માં ઝીણું ઝીણું કાપી એક પ્લેટ માં રેડી કરી લો.
 2. હવે એક પેન માં 1 ટેબલે સ્પૂન તેલ ગરમ કરી એમાં આ બધા વેજેટેબલ્સ નાખી ફુલ ગેસ પર સાંતળવા મૂકી દો. 2 મિનિટે સુધી સાંતળી એમાં મરચું મીઠુ ચિલ્લી ફ્લાકેસ અને બાફેલા બટેકા નો માવો નાખી હલાવી ને ગેસ બંધ કરી દો.
 3. ટામેટા અને લસણ ની ચટણી બનાવવા માટે એક મિક્સર જાર માં છોલેલું લસ્સન કાપેલા ટામેટા અને સુકા લાલ મરચા સ્વાદ પ્રમાણે મીઠુ અને સેજ પાણી નાખી ચટણી વાટી લો.
 4. હવે ગેસ પર ડોસા ની તવી ગરમ કરવા મુકો. પાતળો ડોસો પાથરો. એના ઉપર 1 ચમચી બટર લગાડો. 2 ચમચી બનાવેલો શાક નો મસાલો અને 1-1.5 ચમચી બનાવેલી ચટણી ઉમેરો. પાઉં ભાજી મેશર થી આ બધું મેષ કરી આખા ડોસા પર પાથરી દો.
 5. ચટણી ની માત્રા તમે સ્વાદ અનુસાર વધારી કે ઘટાડી શકો છો. હવે ચીઝ ભભરાવી લ્યો.
 6. ડોસો થઇ જાય એટલે પિઝા કટર થી 3 ટુકડા કરી લ્યો. અને રોલ વાળી લ્યો.
 7. રેગ્યુલર ડોસા ની ચટણી તથા સંભાર જોડે ગરમા ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર