હોમ પેજ / રેસિપી / સ્ટ્રોબેરી ફાલુદા દહીંવડા

Photo of Strawberry faluda dahivada by Urvashi Belani at BetterButter
465
11
0.0(0)
0

સ્ટ્રોબેરી ફાલુદા દહીંવડા

Mar-17-2019
Urvashi Belani
360 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટ્રોબેરી ફાલુદા દહીંવડા રેસીપી વિશે

દહીંવડા એ પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. અહીં મેં દહીંવડા ને સ્ટ્રોબેરી ના ફ્લેવર સાથે ફાલુદા ના રૂપ માં સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ફ્રીઝ કરવું
  • તળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ દહીં
  2. 1/4 કપ ફાલુદા સેવ
  3. 1 ચમચી ટુકમરીયા
  4. 1/4 ચમચી સ્ટ્રોબેરી સીરપ
  5. 2 થી 3 સ્ટ્રોબેરી ના નાનાં નાના ટુકડા
  6. વડા બનાવવા માટે:
  7. 1 કપ અડદ ની દાળ
  8. 1/2 કપ મગ ની દાળ
  9. સ્વાદાનુસાર નમક
  10. 2 લીલા મરચા
  11. 1/4 ચમચી બેકિંગ પાવડર
  12. સ્ટફિંગ માટે:
  13. 1/4 કપ ડ્રાયફ્રુટ ના નાનાં નાના ટુકડા
  14. 2 ચમચી ખોપરા નો બૂરો
  15. 1 ચમચી મલાઈ
  16. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. વડા બનાવવા માટે બન્ને દાળ ને મિક્સ કરી 4 થી 5 કલાક સુધી પાણી માં પલાળી રાખો.
  2. હવે ધોઈ ને, તેને લીલા મરચાં સાથે મિક્સર માં પીસી પેસ્ટ બનાવી નમક નાખી 1 કલાક સુધી ઢાંકી રાખો.
  3. હવે મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરો. ડ્રાયફ્રુટ,ખોપરા નો બૂરો અને મલાઈ ને મિક્સ કરી નાના નાના ગોળા બનાવી લો. હવે આ ગોળા ને વડા ના મિશ્રણ માં બોળી ને ગરમ તેલ માં ડીપ ફ્રાય કરો.
  4. આ રીતે બધા વડા તૈયાર કરી તેને 15 થી 20 મિનિટ સુધી પાણી માં પલાળી રાખો. પછી દબાવી ને પાણી કાઢી લો.
  5. દહીં માં થોડું નમક અને થોડી ખાંડ નાખી ફેટી લો. ફાલુદા સેવ ને ગરમ પાણી માં 15 થી 20 મિનિટ રાખી પછી પાણી માંથી કાઢી લો. ટુકમરીયા ને 1 કલાક પહેલાં પાણી માં પલાળી રાખો.
  6. સર્વિંગ ગ્લાસ માં પ્રથમ ફાલુદા સેવ નાખો, પછી ટુકમરીયા નાખો તેની પર સ્ટ્રોબેરી સીરપ નાખો. હવે થોડું દહીં નાખી પછી વડા નાખી, સ્ટ્રોબેરી ટુકડા નાખી, ફરી થી દહીં નાખી, ઉપર થોડી સ્ટ્રોબેરી સીરપ નાખી ફ્રીઝ માં થોડીવાર ઠંડુ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર