હોમ પેજ / રેસિપી / સુરતી ચીઝ આલુ પુરી.

Photo of Surti cheese aalu puri by Jhanvi Chandwani at BetterButter
1996
3
0.0(0)
0

સુરતી ચીઝ આલુ પુરી.

Mar-19-2019
Jhanvi Chandwani
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુરતી ચીઝ આલુ પુરી. રેસીપી વિશે

સુરત ની પ્રખ્યાત આલુ પુરી જોઈ ને જ ખાવાનું મન થઇ જાય..આમાં મૈદા ની પુરી બનાવી તેની ઉપર આલુ નો રગડો નાખી ચાટ જેમ બનાવવા માં આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 6

  1. મૈદો. 1 વાટકી
  2. સુખા વટાણા. 1 વાટકી
  3. બટાકા. 1
  4. બેસન. 2 ચમચી
  5. આંબલી ની ચટણી. 1 વાટકી
  6. લીલી ચટણી. 1 વાટકી
  7. ઝીણી સેવ. 1 વાટકી
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. લાલ મરચું પાઉડર. 1/૨ ચમચી
  10. હળદર. 1/2 ચમચી
  11. હિંગ. 2 ચૂંટકી
  12. જીરું. 1/2 ચમચી
  13. ગરમ મસાલો. 1/2 ચમચી
  14. ડુંગળી. 2
  15. ચીઝ ક્યુબ. 6
  16. કોથમીર સજાવટ માટે
  17. તેલ તળવા માટે.

સૂચનાઓ

  1. સુખા વટાણા ને આખી રાત ભીગોવી ને મૂકી દો
  2. ભીગોવી જાય પછી તેને કુકર માં નાખી તેમાં બટાકા ના નાના ટુકડા કરી એ નાખી તેમાં હળદર અને મીઠું ઉમેરી 2 સીટી લગાવી દો.. તેમાં 2 ચમચી બેસન ના પાણી માં મિક્સ કરી એ પણ નાખવો.
  3. કુકર ઠંડો થાય પછી કાઢી લો.
  4. એક કડાઈ માં 2 ચમચી જેટલો તેલ ઉમેરી તેમાં જીરું, હિંગ, લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો નાખી તે રગડો તેમાં મિક્સ કરો.
  5. એક પરાત માં મૈદો, મીઠું, અને1 ચમચી જેટલું મોણ નાખી પાણી થી લોટ બાંધી લો.
  6. પછી થોડો સુખો મૈદો લઈ તે લોટ ને બરોબર મિક્સ કરી લો.
  7. તેમાં થી એક પાતળી રોટલી વણી તેમાં નાના ગ્લાસ થી કટ કરી પુરી તેલમાં ફ્રાય કરવી. તેને વધારે લાલ ન કરવા બસ બન્ને બાજુ થોડો તળી કાઢી લો.
  8. હવે તે પુરી પ્લેટ માં મૂકી તેની ઉપર રગડો નાખી તેની ઉપર આંબલી ની ચટણી પછી લીલી ચટણી પછી ઝીણી સેવ પછી થોડો મીઠું મરચા તેની ઉપર ચીઝ ગીસી તેની ઉપર ડુંગળી નાખી કોથમીર થી સજાવો...
  9. તૈયાર છે ચીઝ આલુ પુરી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર