Photo of SevUsal by Bharti Khatri at BetterButter
297
9
0.0(0)
0

સેવઉસળ

Mar-20-2019
Bharti Khatri
180 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવઉસળ રેસીપી વિશે

સેવઉસળ વડોદરા નુ પ્રસિદ્ધ વાનગી છે અને તે નાના બાળકો થી લઇને વડીલો ને પણ ખુબ જ પસંદ છે. સેવઉસળ સૂકા વટાણા ને પલાળીને બાફી ને ડુંગળી, લસણ, લીલા મરચા, આદુ ,સૂકા મસાલા નાખીને સ્વાદિષ્ટ સેવઉસળ બનાવાય છે અને તેને ઝીણી સેવ, ગાંઠિયા સેવ અને લસણની ચટણી તરી સાથે પીરસવા મા આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • શેકેલું
  • પીસવું
  • ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨૫૦ ગ્રામ સૂકા વટાણા
  2. ૨૦૦ ગ્રામ ઝીણી સેવ અથવા ગાંઠિયા સેવ
  3. ૪ નંગ ડુંગળી
  4. ૩ નંગ ટામેટા
  5. ૧ ચમચો આદુ, લીલામરચા, લસણ પીસેલુ
  6. ૪ નંગ લવિંગ
  7. ૧ નાનો ટુકડો તજ
  8. ૬ થી ૭ મરી
  9. ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  10. ૨ ચમચી લાલ મરચુ પાઉડર
  11. ૧ ચમચી ગરમ મસાલો
  12. ૧ ચમચી સેવઉસળ મસાલો
  13. ચપટી હીંગ
  14. ૧ ચમચી હળદર
  15. ૧ ચમચી રાઈ
  16. ચપટી અજમો
  17. ૧/૨ ચમચી જીરુ
  18. ૧ ચમચી આમચુર પાઉડર
  19. ૨ ચમચા ઝીણી સમારેલી કોથમીર
  20. મીંઠુ સ્વાદમુજબ
  21. તેલ પ્રમાણસર
  22. લસણ ની ચટણી ની તરી ની સામગ્રી :-
  23. ૨૫ કળી લસણ
  24. ૧ ચમચી જીરુ
  25. ૩ થી ૪ લવિંગ
  26. ૧ નાનો ટુકડો તજ
  27. ૭ થી ૮ મરી
  28. ૧ ચમચી તલ
  29. મીંઠુ સ્વાદમુજબ
  30. તેલ પ્રમાણસર

સૂચનાઓ

  1. વટાણા ને ૩ થી ૪ કલાક પલાળી ને પછી બાફી લેવા. વટાણા બહુ બફાવા ન દેવા.
  2. હવે કડાઈ મા તેલ ગરમ કરવા મુકવુ. ત્યા સુધી ડુંગળી ને મિક્સર મા પીસી લેવી. તેલ ગરમ થાય એટલે તેમા રાઈ, જીરુ અને અજમો ચટકાવી લેવા અને પીસેલી ડુંગળી સાતળવી અને આદુ, લીલા મરચા અને લસણ વાટેલા મિક્સ કરી તે પણ ગુલાબી થાય ત્યા સુધી શેકી લેવુ. આદુ મરચા લસણ સાથે જ તજ,લવિંગ, મરી પીસી લેવા.
  3. થોડો લાલશ પડતો કલર આવે એટલે ટમેટા ની પ્યોરી બનાવી મિક્સ કરી શેકાવા દેવુ.
  4. હવે ટમેટા ની પ્યોરી થોડી શેકાય એટલે તેમા લાલ મરચુ પાઉડર, હળદર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, સેવઉસળ મસાલો, આમચુર પાઉડર અને મીંઠુ મિક્સ કરી શેકાવા દેવુ.
  5. આ રીતે મસાલો શેકાવા દેવો.
  6. હવે તેમા બાફેલા વટાણા મિક્સ કરી જરૂરીયાત મુજબ પાણી ઉમેરી ઉકળવા દેવુ.
  7. હવે તૈયાર છે ગરમા ગરમ સેવઉસળ તેમા કોથમીર મિક્સ કરી બરાબર હલાવી લેવુ.
  8. લસણની ચટણી ની તરી બનાવવા ની રીત :- લસણ ને છોલી ને મિક્સર મા અથવા ખલ મા પીસવી.
  9. ખલ મા પહેલા તજ,લવિંગ, મરી,જીરુ અને પછી તલ પીસી લેવા.
  10. હવે લસણ, લાલ મરચુ પાઉડર બરાબર પીસી લેવા.
  11. હવે કડાઈ મા તેલ ગરમ કરી તેમા પીસેલો લસણ વાટેલો મસાલો મિક્સ કરી થોડી વાર શેકાવા દેવો પછી જરૂરીયાત મુજબ પાણી ઉમેરી ખદખદવા દેવુ તેથી તેલ છુટુ પડશે એટલે તરી તૈયાર થઈ જાય છે.
  12. હવે તૈયાર છે ગરમા ગરમ સ્વાદિષ્ટ મજેદાર સેવઉસળ તેમા તમને ભાવે તે સેવ અને લસણની તરી મિક્સ કરી પિરસવુ. તમને જરૂર હોય તો તમે લીંબુનો રસ ભેળવીને વધુ સ્વાદિષ્ટ બનાવીને ખાઇ શકો છો. સાથે પાંઉ સાથે મજા માણી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર