હોમ પેજ / રેસિપી / આલુ હાન્ડી ચાટ

Photo of Aalu Handi chat by Harsha Israni at BetterButter
586
9
0.0(0)
0

આલુ હાન્ડી ચાટ

Mar-20-2019
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ હાન્ડી ચાટ રેસીપી વિશે

આ ચાટ મુંબઈની પ્રખ્યાત છે . આ ચાટમાં બાફેલા બટાકાનો ઉપયોગ બાસ્કેટની જેમ કર્યો છે અને આમાં આમલીની ચટની,દેશી ચણા,ડુંગળી નો પૂરણ તરીકે ઉપયોગ કર્યો છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • મહારાષ્ટ્ર
  • બાફવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ બાફેલા દેશી ચણા
  2. ૭-૮ નંગ બાફેલા બટાકા (મીડીયમ આકારના)
  3. ૨ કપ આમલીની ચટણી
  4. ૧ કપ ડુંગળી(ઝીણી સમારેલી)
  5. ચાટ મસાલો(જરુર મુજબ)
  6. સંચડ પાવડર (જરુર મુજબ)
  7. લાલ મરચું પાવડર (જરુર મુજબ)
  8. (શેકેલુ )જીરું પાવડર (જરુર મુજબ)
  9. સજાવવા માટે-
  10. ઝીણી સેવ
  11. દાડમના દાણા
  12. છીણેલું ચીઝ

સૂચનાઓ

  1. સૌ પ્થમ બાફેલા બટાકાને છોલીનેવચ્ચેથી બે ભાગમાં કાપી દો અને વચ્ચેથી બટાકાને ચપ્પુની મદદથી સ્કુપ (અંદરનો ભાગ કાઢી)કરી દો. બટાકાની બાસ્કેટ બની જશે.
  2. ત્યાર બાદ તેમાં લાલ મરચુ,ચાટ મસાલો,સંચડ,જીરુનો ભુકો ભભરાવો.
  3. ત્યાર બાદ એક-બે ચમચીઆમલીની ચટણી,ડુંગળી,બાફેલા ચણા ઉમેરો.
  4. છેલ્લે ઝીણી સેવ,ચીઝ અને દાડમના દાણાથી સજાવીને પીરસો.
  5. તૈયાર છે આલુ હાન્ડી ચાટ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર