હોમ પેજ / રેસિપી / સ્ટફ ખમણ દાળ ઢોકળી

Photo of Stuf Dal dhokli by Yamuna H Javani at BetterButter
387
3
0.0(0)
0

સ્ટફ ખમણ દાળ ઢોકળી

Mar-23-2019
Yamuna H Javani
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ ખમણ દાળ ઢોકળી રેસીપી વિશે

જનરલી તો બધા ના ઘર માં દાળ-ઢોકળી બનતી જ હોય છે પણ મેં આજે ટોપરા નું ખમણ અને શીંગ ના ભુકા નો ઉપયોગ કરી ને સ્ટફ દાળ-ઢોકળી બનાવી છે. જે ખાવા માં એકદમ ચટાકેદાર લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ તુવેર દાળ
  2. :cherry_blossom:ઢોકળી માટે.....
  3. 250 ગ્રામ ઘઉં નો લોટ
  4. 2-3 ચમચી ચણા નો લોટ
  5. સ્વાદ મુજબ......
  6. મીઠું
  7. મરચું પાવડર
  8. હળદર
  9. હિંગ
  10. 1 ચમચો મોણ માટે તેલ
  11. :cherry_blossom:સ્ટફિંગ માટે......
  12. 50 ગ્રામ ટોપરા નું ખમણ
  13. 100 ગ્રામ શેકેલી શીંગ નો કરકરો ભૂકો
  14. 1 ચમચી આદુ-મરચાં ની પેસ્ટ
  15. સ્વાદ મુજબ.....
  16. મરચું પાવડર
  17. મીઠું
  18. હળદર
  19. ગરમ મસાલો
  20. ખાંડ
  21. લીંબુ
  22. સમારેલી ધાણા ભાજી
  23. :cherry_blossom:દાળ ના વઘાર માટે....
  24. 2 મોટા ચમચા તેલ
  25. રાઈ
  26. જીરું
  27. હિંગ
  28. મેથી દાણા
  29. મીઠો લીમડો
  30. તમાલ પત્ર
  31. સૂકું લાલ મરચું
  32. 2 નંગ ટામેટાં

સૂચનાઓ

  1. સૌ પ્રથમ તુવેર દાળ ને જરૂર મુજબ પાણી મૂકી કુકર માં બાફી લો.
  2. ત્યારબાદ સ્ટફિંગ માટે ની બધી સામગ્રી ભેગી કરી મિક્સ કરી લેવું.
  3. હવે આપણું સ્ટફિંગ તૈયાર છે.
  4. હવે એક બાઉલ માં ઢોકળી માટે ઘઉં નો લોટ, ચણા નો લોટ અને જરૂર મુજબ મસાલા તેમજ મોણ નાખી પાણી વડે લોટ બાંધી લો.
  5. હવે એક પેન માં દાળ ના વઘાર માટે નું તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ, મેથી દાણા, મીઠો લીમડો, તમાલ પત્ર અને સૂકું લાલ મરચું નાખી વઘાર કરો.
  6. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખી 2 મિનિટ સાંતળો. પછી તેમાં બાફેલી દાળ નાખી 2 થી 3 ગ્લાસ પાણી નાખવું અને તેમાં હળદર, મરચું પાવડર, મીઠું, ખાંડ નાખી ઉકળવા દો.
  7. હવે ઢોકળી ના લોટ માંથી એક લુવો લઈ તેની મીડીયમ સાઈઝ ની પુરી વણવી. અને વચ્ચે સ્ટફિંગ માટે નું પૂરણ ભરી તેને પેક કરી કચોરી જેવો શેપ આપવો. આવી રીતે બધી ઢોકળી તૈયાર કરી લેવી.
  8. હવે આ ઢોકળી ને ઉકળતી દાળ માં નાખી 15 મિનિટ માટે ચડવા દેવી. પછી તેમાં લીંબુ અને ગરમ મસાલો નાખી 2 મિનિટ પછી ગેસ બંધ કરી દેવો.
  9. હવે આ દાળ ઢોકળી માં ધાણા ભાજી નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર