છોલે ટિક્કી | Chhole Tikki Recipe in Gujarati

ના દ્વારા Disha Chavda  |  25th Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Chhole Tikki by Disha Chavda at BetterButter
છોલે ટિક્કીby Disha Chavda
  • તૈયારીનો સમય

    30

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    5

    લોકો

3

0

છોલે ટિક્કી વાનગીઓ

છોલે ટિક્કી Ingredients to make ( Ingredients to make Chhole Tikki Recipe in Gujarati )

  • છોલે માટે
  • ૩ કપ છોલે
  • ૧ કપ કાંદા, ટામેટાં ની ગ્રેવી
  • ૨ ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ
  • ૧ ચમચી હળદર
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧ ચમચી ધણાજીરું
  • ૧ ચમચી છોલે મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૨ ચમચી મરી પાઉડર
  • ૧ લીંબુ નો રસ
  • ટીક્કી માટે
  • ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧ ચમચી જીરા પાવડર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • આમલી ખજૂર ની ચટણી
  • ફુદીના કોથમીર ની ચટણી
  • લસણ ની ચટણી
  • ૨ ડુંગળી ઝીણી સમારેલી
  • ૨ ટામેટાં ઝીણાં સમારેલાં
  • કોથમીર
  • ચાટ મસાલો
  • સેવ
  • તેલ છોલે વઘાર માટે અને ટીક્કી શેકવા માટે

How to make છોલે ટિક્કી

  1. કાબુલી ચણા ને ૫ થી ૬ કલાક પાણી માં પલાળી રાખવા. ત્યારબાદ બાફવા.
  2. એક પેન મા તેલ મૂકી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખવી. ત્યારબાદ તેમાં ડુંગળી ટામેટા ની પેસ્ટ નાખી હલાવવું. થોડી વાર બાદ હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું અને મરી પાવડર નાખી શેકવું. ૩ થી ૪ મિનિટ શેકાયા બાદ તેમાં છોલે નાખી લીંબુ નો રસ નાખી મિક્સ કરવું. જરૂર મુજબ પાણી નાખવું. જેથી છોલે માં રસો રહે. છોલે તૈયાર.
  3. બાફેલા બટાકા નો છૂંદો કરી તેમાં મીઠું,મરચું, જીરા પાવડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી ટીક્કી વાળી લેવી. આ ટીક્કી ને તવી પર તેલ લગાવી શેકી લેવી. ટીક્કી તૈયાર.
  4. ટીક્કી એક પ્લેટ માં કાઢી તેના પર છોલે નાખવા. ત્યાર બાદ આમલી ખજૂર ની ચટણી, ફુદીના કોથમીર ની ચટણી અને લસણ ની ચટણી મૂકી ડુંગળી, ટામેટાં નાખી સેવ નાખવી અને છેલ્લે ચાટ મસાલો છાંટી કોથમીર થી સજાવવું.

My Tip:

ટીક્કી માં બ્રેડ ક્રમ્બસ નાખી ને ચોખ્ખા ઘી માં જો ટીક્કી તળી એ તો એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે.

Reviews for Chhole Tikki Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો