હોમ પેજ / રેસિપી / સુરતી કોલ્ડ કોકો

Photo of COLD COCOA by Deepa Rupani at BetterButter
707
5
0.0(0)
0

સુરતી કોલ્ડ કોકો

Mar-25-2019
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુરતી કોલ્ડ કોકો રેસીપી વિશે

ગરમી આવે એટલે જ ઠંડા પીણાં અને આઈસ્ક્રીમ ખાવો એવું ગુજરાતીઓ માનતા નથી, એમને તો આખું વરસ ઠંડા પીણાં તથા આઈસ ક્રિમ જોઈએ જ. હા, ગરમી માં તેનો વપરાશ વધી જાય . આજે સુરત થી શરૂ થયેલા પણ હવે ગુજરાતભરમાં પ્રખ્યાત એવા કોલ્ડ કોકો ની વાત કરશુ અને બનાવીશું. આ કોલ્ડ કોકો ,નાના મોટા સૌ નું પ્રિય છે તથા જાણીતું સ્ટ્રીટ ફૂડ પણ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 લિટર ફૂલ ક્રિમ દૂધ
  2. 6 ચમચા ખાંડ
  3. 6 ચમચી કોકો પાવડર
  4. 4 ચમચી કસ્ટર્ડ પાવડર
  5. 1 કપ ખમણેલી ચોકલેટ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ 1/2 કપ દૂધ માં કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડર નાખી ,સારી રીતે મિક્સ કરી લો, ગઠ્ઠા ના પડે તેનું ધ્યાન રાખવું.
  2. બાકી ના દૂધ ને જાડા વાસણ માં ગરમ મુકો, ખાંડ પણ નાખી દો.
  3. એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી, ધીમે ધીમે તૈયાર કરેલું કોકો-કસ્ટર્ડ પાવડર નું મિશ્રણ નાખો, સતત હલાવતા રહો. સરખું મિક્સ થાય એટલે ગેસ ની આંચ વધારી ઉકળવા દો. હલાવતા રહેવું. જાડું થાય એટલે ગેસ બંધ કરવો
  4. ઠંડુ થાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. પછી ફ્રીઝ માં ઓછા માં ઓછા 4-5 કલાક ઠંડુ થવા રાખવું.
  5. પીરસતી વખતે ભરપૂર ખમણેલી ચોકલેટ નાખવી અને એકદમ ઠંડુ પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર