BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બટાકા પોહા

Photo of Bataka Poha by Hiral Pandya Shukla at BetterButter
2
6
0(0)
0

બટાકા પોહા

Mar-26-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકા પોહા રેસીપી વિશે

આ સ્ટ્રીટ ફુડ તો છે જ પણ આપણા સૌના ઘર માં વારંવાર બનતી વાનગી છે સવારે કે સાજે ઝટપટ બનાવી નાસ્તામાં લઈ શકાય અને રાત્રે પણ થોડું લાઇટ જમવું હોય તો પણ ચાલે એવી વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • બાફવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 મોટું બાફેલ બટાકુ
  2. 1 કપ જાડા પોહા
  3. 1 નાની વાટકી ડુંગળી સમારેલી
  4. 2 ચમચી શીગદાણા
  5. 1 નંગ મરચું સમારેલ
  6. 1 ટમાટુ સમારેલ
  7. 10 નંગ લીમડાનાં પાન
  8. 3 ચમચી નાયલોન સેવ
  9. 1 ચમચી કોથમીર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1 ચમચો તેલ
  12. 1 ચમચી રાઈ
  13. 1/2 ચમચી હીંગ
  14. 1 ચમચી ખાંડ
  15. 2 ચમચી લીંબુનો રસ
  16. 1/2 ચમચી હળદર
  17. 1/2 ચમચી લાલ મરચું પાવડર

સૂચનાઓ

  1. બટાકા છોલી ને જીણા ટુકડા કરી લો.
  2. પોહા ને 2 થી 3 પાણી થી ધોઇ લો...5 મીનીટ મુકી દો.
  3. કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં રાઇ- હીંગ ઉમેરો.
  4. શીગદાણા -ડુગળી-લીમડાના પાન-મરચું ઉમેરીને સરસ સાતળી લો.
  5. પોહા-બટાકા અને સુકા મસાલા ઉમેરો.
  6. સરસ મીક્સ કરો...
  7. સેવ ટમાટા થી સજાવી ગરમા ગરમ પીરસો...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર