Photo of Chole tikki chaat by Bijal Thaker at BetterButter
1246
3
0.0(0)
0

Chole tikki chaat

Mar-27-2019
Bijal Thaker
480 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ટીકકી બનાવવા માટે: બટાકા 4 નંગ
  2. ચોખા નો લોટ 3 ચમચી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. સંચળ પાવડર 1/4 ચમચી
  5. લાલ મરચું 1/2 ચમચી
  6. કોથમીર 2 ચમચી
  7. ગરમ મસાલો 1/2 ચમચી
  8. સૂંઠ પાઉડર 1/4 ચમચી
  9. 1 વાટકી તેલ (ટીકકી તળવા માટે)
  10. છોલે માટે:
  11. ડુંગળી 1 નંગ
  12. ટામેટુ 1 નંગ
  13. તેલ 2 ચમચી
  14. આદુ-લસણ ની પેસ્ટ 1/4 ચમચી
  15. તેલ 2 ચમચી
  16. ગરમ મસાલો 1/4 ચમચી
  17. લાલ મરચું 1/2 ચમચી
  18. હળદર 1/4 ચમચી
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. પાણી જરૂર મુજબ
  21. અન્ય સામગ્રી:
  22. ગળયુ દહીં 1/2 વાટકી
  23. લીલી ચટણી 1/2વાટકી
  24. ખજૂર આમલી ની ચટણી 1/2 વાટકી
  25. ઝીણી સેવ 1/2 વાટકી
  26. દાડમ ના દાણા 2 ચમચી
  27. લાલ મરચું 1/4 ચમચી
  28. ચાટ મસાલો 1/4 ચમચી

સૂચનાઓ

  1. બટાકાને સારી રીતે ધોઈ કુકર માં મીઠું નાખીને બાફી લો. ઠંડુ પડે એટલે છાલ કાઢી માવો કરી લો.
  2. તેમાં કોથમીર, મીઠું, સંચળ, ચાટ મસાલો, સૂંઠ, લાલ મરચું નાખી મિક્સ કરો. ચોખા નો લોટ મિક્સ કરો.
  3. માવો મિક્સ કરી તેમાંથી ટીકકી વાળી લો.
  4. તેલ મૂકી બંને તરફ શેકી લો.(શેલો ફ્રાય)
  5. કાબુલી ચણા ને 8 કલાક માટે પાણી માં પલાળી રાખી મીઠું નાખી બાફી લેવા.
  6. કઢાઈ માં તેલ મૂકી ગરમ થયે તેમાં ડુંગળી આને આદુ-લસણ ની પેસ્ટ, મીઠું ઉમેરી સંતળાઈ જાય એટલે ટામેટાં ની પેસ્ટ ઉમેરી દો. ચડવા આવે એટલે હળદર, લાલ મરચું અને ગરમ મસાલો નાખી મિક્સ કરો. જરૂર જેટલું પાણી અને મીઠું ઉમેરવું અને ઉકળવા દો. બની જાય એટલે ગેસ બંધ કરી દો
  7. ટીકકી ઉપર દહીં, લીલી ચટણી, ગળી ચટણી, સેવ, ચાટ મસાલો અને લાલ મરચું છાંટી સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર