હોમ પેજ / રેસિપી / તુવેર ના ટોઠા

Photo of Tuver Totha by Bharti Khatri at BetterButter
1540
4
0.0(0)
0

તુવેર ના ટોઠા

Mar-27-2019
Bharti Khatri
180 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તુવેર ના ટોઠા રેસીપી વિશે

તુવેર ના ટોઠા મહેસાણા નુ પ્રખ્યાત સ્ટ્રીટફૂડ છે પણ હવે ઘણા બધા શહેરો મા પણ મળે છે. તુવેર ના ટોઠા સૂકી તુવેર ને પલાળીને બાફી ને તેમા ડુંગળી, ટામેટા, લસણ, લીલા મરચા, આદુ, લીલુ લસણ અને સૂકા મસાલા મિક્સ કરી બનાવાય છે અને ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે બ્રેડ અને સેવ સાથે પીરસવા મા આવે છે. બાળકો ને તો ટોઠા ખુબ જ ભાવે છે અને આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • શેકેલું
  • પ્રેશર કુક
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ સુકી તુવેર
  2. ૧ કપ ટામેટા ની પ્યોરી
  3. ૧ કપ ડુંગળી ઝીણી સમારેલી
  4. ૧ ચમચો આદુ, લીલામરચા વાટેલા
  5. ૧ ચમચો લસણ વાટેલુ
  6. ૧ કપ લીલું લસણ ઝીણુ સમારેલુ
  7. ૧ ચમચો ઘી
  8. ચપટી હીંગ
  9. ૪ નંગ લવિંગ
  10. ૧ નાનો ટુકડો તજ
  11. ૭ થી ૮ મરી
  12. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  13. ૧/૨ ચમચી હળદર
  14. ૧ ચમચી જીરુ
  15. ૧ ચમચી ગરમ મસાલો
  16. ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  17. ૧/૨ કપ કોથમીર ઝીણી સમારેલી
  18. સ્વાદમુજબ મીંઠુ
  19. ૧ પેકેટ બ્રેડ
  20. ૧ બાઉલ માખણ

સૂચનાઓ

  1. સૂકી તુવેર ને ૩ થી ૪ કલાક પલાળી ને રાખવી.
  2. તુવેર પલળી જાય એટલે કુકર મા તુવેર મા પાણી અને મીંઠુ નાખી ૪ થી ૫ સીટી મારી બાફી લેવી.
  3. હવે કડાઈ મા ઘી ગરમ કરી તેમા જીરુ ચટકાવી લેવુ અને ચપટી હીંગ નાખવી.
  4. હવે તેમા આદુ, લીલામરચા વાટેલા અને લસણ વાટેલુ મિક્સ કરી એકાદ બે મિનિટ શેકાવા દઇ તેમા ઝીણી સમારેલી ડુંગળી મિક્સ કરી થોડી ગુલાબી રંગની થાય ત્યા સુધી શેકવી. હવે ઝીણુ સમારેલુ લીલુ લસણ મિક્સ કરી બરાબર શેકી લેવુ. હવે તેમા ટામેટા ની પ્યોરી મિક્સ કરી બરાબર શેકી લેવુ.
  5. હવે તેમા લાલ મરચુ પાઉડર, હળદર, ગરમ મસાલો, ધાણાજીરુ પાઉડર, તજ-લવિંગ-મરી વાટીને અને મીંઠુ સ્વાદમુજબ મિક્સ કરી શેકી લેવુ.
  6. હવે તેમા બાફેલ તુવેર મિક્સ કરી ધીમી આંચ પર ઉકળવા દેવુ જેથી ઘી છુટી તરી આવી જાય.
  7. તૈયાર છે ગરમા ગરમ સ્વાદિષ્ટ મજેદાર તુવેર ના ટોઠા. તુવેર ટોઠા ને કોથમીર થી સજાવી માખણ મા શેકેલી બ્રેડ અને ઝીણી સેવ સાથે પીરસવુ અને ખાવા ની મજા માણવી.
  8. મે તેની સાથે સુખડી, કેરી નુ કચુમ્બર,જીરા રાઈસ અને મસાલા છાસ પીરસેલ છે આપ આપણી મન પસંદ વાનગી સાથે તુવેર ના ગરમા ગરમ સ્વાદિષ્ટ મજેદાર ટોઠા ની મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર