હોમ પેજ / રેસિપી / વેહજ મોમોસ

Photo of Veg Momos by Bijal Thaker at BetterButter
459
3
0.0(0)
0

વેહજ મોમોસ

Mar-27-2019
Bijal Thaker
900 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેહજ મોમોસ રેસીપી વિશે

મોમોસ એ યુવા વર્ગ માં પસંદ કરાતું એવું સ્ટ્રીટ ફૂડ છે જે વરાળથી બાફીને બને છે અને તે વિવિઘ શાકભાજી ના ઉપયોગ થી બને છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • આસામ અને ઉત્તર પૂર્વ
  • બાફવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. કોબીજ 1/2 વાટકી
  2. ડુંગળી 1 નંગ
  3. ગાજર 1/2 વાટકી
  4. કેપ્સીકમ 1/4 વાટકી
  5. આદુ-લસણ ની પેસ્ટ 1/2 ચમચી
  6. મરી પાઉડર 1/4 ચમચી
  7. સોયા સોસ 1/2 ચમચી
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. તેલ 2 ચમચી મોણ માટે
  10. મેંદો 1/2 વાટકી
  11. ઘઉંનો લોટ 1 વાટકી
  12. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. કોબીજ, કેપ્સીકમ, ગાજર અને ડુંગળી ને બારીક સમારીને લો. 1/2 ચમચી આદુ-લસણ ની પેસ્ટ કરો.
  2. કડાઈ માં તેલ મૂકી તેમાં આદુ-લસણ ની પેસ્ટ સાંતળો. ડુંગળી ઉમેરી સાંતળો. ચડવા આવે એટલે કોબીજ, કેપ્સીકમ, ગાજર ઉમેરી ચડવા દો. મીઠું અને મરી પાઉડર ઉમેરો. સોયા સોસ ઉમેરી બરાબર હલાવી ગેસ બંધ કરી દો.મિશ્રણ ઠંડુ થવા દો
  3. લોટ માં મોણ અને મીઠું નાખી લોટ તૈયાર કરવો.
  4. તેના નાના નાના લૂઆ કરી તેમાં થી પૂરી વણી લો.
  5. પોટલી નો આકાર આપી પૂરણ ભરી બધા મોમો તૈયાર કરો.
  6. તેને 5-6 મીનીટ માટે વરાળથી બાફવા મૂકી દો.
  7. તેને સેઝવાન સોસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર