હોમ પેજ / રેસિપી / કોબી મન્ચુરિયન

Photo of Cabbage manchurian by safiya abdurrahman khan at BetterButter
781
3
0.0(0)
0

કોબી મન્ચુરિયન

Mar-28-2019
safiya abdurrahman khan
60 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોબી મન્ચુરિયન રેસીપી વિશે

મંચુરીયન એક ચીની વાનગી છે, પણ ભારતમાં કદાચ જ કોઈ શહેર બાકી હોય જયાં મન્ચુરિયન નાં મળતાં હોય, કોઈ એક શહેર નું નહીં પરન્તુ આખા ભારત મા લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ચાઇનીઝ
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. મન્ચુરિયન બોલ્સ માટે
  2. કોબી ૧.૫ કિલો
  3. મેંદો ૧ કપ
  4. કોર્ન ફ્લોર ૪ મોટી ચમચી
  5. લીલા મરચાની પેસ્ટ ૧ નાની ચમચી
  6. ધાણા પાવડર ૧ નાની ચમચી
  7. કાળા મરીનો ભૂકો ૧ નાની ચમચી
  8. ગરમ મસાલો ૧ નાની ચમચી
  9. મીઠુ ૨ નાની ચમચી
  10. તેલ તળવા
  11. મસાલાની સામગ્રી
  12. સમારેલ કાંદા ૧ કપ
  13. સમારેલ કેપ્સીકમ ૧/૨ કપ
  14. સમારેલ આદું ૧/૨ નાની ચમચી
  15. સમારેલ લસણ ૧/૨ નાની ચમચી
  16. મરીનો ભૂકો ૧/૨ નાની ચમચી
  17. લીલા મરચાની પેસ્ટ ૧/૨ નાની ચમચી
  18. મીઠુ જરૂર મુજબ
  19. સોયા સોસ ૧ નાની ચમચી
  20. ચીલી સોસ ૧ નાની ચમચી
  21. ટોમેટો સોસ ૨ નાની ચમચી
  22. ખાંડ ૧/૨ નાની ચમચી
  23. કોર્ન ફ્લોર અને પાણી નું મિશ્રણ ૩ મોટી ચમચી
  24. સમારેલ લીલા કાંદા પાન સાથે
  25. તેલ ૧ મોટી ચમચી

સૂચનાઓ

  1. કોબીને છીણી લઇ પાણી થી ધોઈ નિથારી લો.
  2. મન્ચુરિયન બોલ્સની બધી સામગ્રી એકઠી કરી મિશ્ર કરો.
  3. નાના નાના બોલ્સ બનાવી લો.
  4. કડાઈમાં તેલ ગરમ કરી મધ્યમ થી ઉંચા તાપે તળી લો.
  5. કિચન પેપર પર કાઢી બાજુ પર મૂકો.
  6. એક પેનમાં તેલ ગરમ કરી સમારેલ આદું અને લસણ સાંતળો.
  7. સમારેલ કાંદા, લીલા મરચાની પેસ્ટ ઉમેરી સાંતળો.
  8. સમારેલ કેપ્સીકમ ઉમેરો, અને બરાબર મિશ્ર કરી બધાં મસાલા, સોસ ,ખાંડ અને મીઠુ ઉમેરો.
  9. ઉંચા તાપે કેટલાંક સેકન્ડ સુધી સાંતળો. તળેલા બોલ્સ ઉમેરી ૫ મિનીટ ધીમા તાપે ઢાંકી ને પકવો.
  10. કોર્ન ફ્લોર નું પાણી સાથે મિશ્રણ ઉમેરી ઉંચા તાપે ફરી ૫ મિનીટ પકવી ગેસ બેન્ડ કરો.
  11. લીલા કાંદા નાં પાન (સ્પ્રિંગ ઓનીયન લિવ્સ) ઉમેરી મિશ્ર કરી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર