હોમ પેજ / રેસિપી / મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ

Photo of Mumbai famous vada pav by Kalpana Parmar at BetterButter
661
3
0.0(0)
0

મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ

Mar-28-2019
Kalpana Parmar
18 મિનિટ
તૈયારી નો સમય
31 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ રેસીપી વિશે

સૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે ...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બાફેલાં બટેટા ૬નંગ
  2. આદુ મરચા લસણ ની પેસ્ટ ૧ મોટી ચમચી
  3. મીઠું ૧ ચમચી
  4. હળદર ૧/૨ ચમચી
  5. તેલ ૧ ચમચી
  6. હિંગ ૧/૪ ચમચી
  7. કઢી પત્તા ૮-૧૦
  8. રાઈ ૧/૨ ચમચી
  9. કોથમીર ૨ ચમચી
  10. 1/2 ચમચી લીંબુ નો રસ
  11. બટર 2 ચમચી
  12. ખીરા માટે
  13. બેસન દોઢ કપ
  14. મીઠું ૧/૨ ચમચી
  15. હળદર ૧/૨ ચમચી
  16. સોડા ૧ ચપટી
  17. પાવ ૮
  18. જરૂર મુજબ સૂકી લસણ ની ચટણી
  19. જરૂર મુજબ લીલી ને મીઠી ચટણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટેટા છોલીને મસળી લો.
  2. એક પેન માં તેલ ગરમ મૂકી રાય નાખો. રાઈ તતળે એટલે આદુ મરચા લસણ નું પેસ્ટ ઉમેરો.કરી પત્તા ઉમેરો.
  3. હળદર ને મીઠું ઉમેરો.
  4. માસળેલા બટેટા ઉમેરો.કોથમીર પણ ઉમેરો.લીંબુ નો રસ નાખી મિક્સ કરો ગેસ બંદ કરી બધું મીક્સ કરી લો.
  5. સેજ ઠંડુ થાય એટલે આ મિશ્રણ માં થી લીંબુ જેટલા ગોળા વાળી લો.
  6. બેસન માં મીઠું,હળદર અને સોડા ઉમેરી ખીરું બનાવી લો.
  7. વડા તળવા માટે તેલ ગરમ કરો.બેસન ના ખીરા માં એક એક વડું નાખી તેલ માં નાખો.માધ્યમ તાપે તળી લો.
  8. પાવ ને વચ્ચે થઈ કાપી ને બંને સાઈડ બટર લગાવીને સૂકી લાલ ચટણી મુકો.
  9. પછી વડું મૂકી ને નોનસ્ટિક તાવી માં બટર મૂકી ને બંને સાઈડ થી સેકી લો
  10. તળેલા લીલા મરચા ના ભજીયા ને લીલી ચટણી મીઠી ચટણી સાથે સર્વ કરો જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર