હોમ પેજ / રેસિપી / દાલ પકવાન

Photo of Dal pakwan by Hetal Sevalia at BetterButter
618
4
0.0(0)
0

દાલ પકવાન

Mar-28-2019
Hetal Sevalia
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાલ પકવાન રેસીપી વિશે

સિન્ધિઓ નો ફેવરિટ બ્રેકફાસ્ટ જે દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળતું જ હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ચણાની દાળ
  2. 2 ટેબલ સ્પૂન મગ ની દાળ
  3. 3 ચમચી તેલ
  4. 1/2 ચમચી જીરું
  5. 2 લીલાં મરચાં ચોપ
  6. 1/4 ચમચી હળદર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/2 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી ધાણાજીરું
  10. 1/2 ચમચી આમચૂર પાવડર
  11. થોડી કોથમીર
  12. ગોળ આબલી ની ચટણી જરૂર મુજબ
  13. ડુંગળી બારીક સમારેલી જરૂર મુજબ
  14. *** પકવાન માટે:-
  15. 1 કપ મેંદો
  16. ચપટી અજમો
  17. 3 ચમચી તેલ
  18. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. બંને દાળ 4-5 કલાક પલાળી દો.ત્યારબાદ મીઠું, હળદર, લીલાં મરચાં નાખી બાફી લો.
  2. હવે એક પેનમાં તેલ મૂકી જીરું નો વઘાર કરો. તેમાં લાલ મરચું, ધાણાજીરું, આમચૂર ઉમેરો. દાળ ઉપર વઘાર નાખો.કોથમીર ઉમેરો.
  3. પકવાન માટે ની સામગ્રી ભેગી કરી પરાઠા જેવો લોટ બાધો. મિડીયમ સાઈઝની પૂરી વણી કાણાં પાડી ધીમા તાપે તળી લો.
  4. એક બાઉલમાં દાળ લઈ તેના પર ડુંગળી, ખાટી મીઠી ચટણી રેડી પકવાન સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર