હોમ પેજ / રેસિપી / ગારલીક ટી (લસણ વાળી ચા)

Photo of GARLIC TEA by Deepa Rupani at BetterButter
762
4
0.0(0)
0

ગારલીક ટી (લસણ વાળી ચા)

Mar-29-2019
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગારલીક ટી (લસણ વાળી ચા) રેસીપી વિશે

ચા એ આપણા દેશ નું રાષ્ટ્રીય પીણું છે. દેશ ના કોઈ પણ પ્રદેશ માં ચા તો મલી જ જાય. જ્યારે સ્ટ્રીટ ફૂડ ની વાત કરીએ ત્યારે ચા કેમ ભુલાય. મસાલા ચા, આદુ-ફુદીના ચા, એલચી વાળી ચા, લેમન ગ્રાસ ચા,ગ્રીન ટી..આવી ઘણી ચા ,પોતાની પસંદ પ્રમાણે લોકો પીવે છે. કોઈ ને વધારે દૂધ વાળી તો કોઈ ને વધારે પાણી વાળી ચા પસંદ હોય છે. આજે હું આ રોજિંદી ચા માં થોડી નવીનતા તથા એક ઉપચાર તરીકે પણ ચાલે એવી ચા પ્રસ્તુત કરું છું.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • ગરમ પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/4 કપ પાણી
  2. 2 કપ દૂધ
  3. 2 ચમચી ચા
  4. 2 ચમચી ખાંડ
  5. 4-5 કળી લસણ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પાણી માં ચા નાખી ઉકળવા મુકો.
  2. પાણી 1-2 મિનિટ ઊકળે એટલે દૂધ અને ખાંડ નાખી દો. અને ચા ને ઉકળવા દો. ચા ઊકળી જવા આવે એટલે લસણ ઉમેરી અને 1-2 મિનિટ ઉકળવા દો. પછી ગરમ ગરમ ગારલીક ચા નો આનંદ લો. શરદી અને ઠંડી ની મોસમ માં આ ચા ની મજા લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર