હોમ પેજ / રેસિપી / સ્ટફ્ડ પનીર પોંક રગડા પેટીસ

Photo of Stuffed Paneer Paunk Ragda Pattice by Leena Sangoi at BetterButter
670
4
0.0(0)
0

સ્ટફ્ડ પનીર પોંક રગડા પેટીસ

Mar-30-2019
Leena Sangoi
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ્ડ પનીર પોંક રગડા પેટીસ રેસીપી વિશે

બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે.રગડા પેટીસ ને મેં આજે ટિવસ્ટ આપી બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩ કાચા કેળા બાફેલાઅને મેશ કરેલા
  2. ૧ કપ પોંક (ટેન્ડર જુવાર)
  3. ૧ ચમચી જીરું પાવડર શેકેલુ
  4. ૩ લીલા મરચાં સમારેલા
  5. ૧ ઇંચ આદુ
  6. ૧ ચમચી કોથમીર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ભરવા માટે ૨૦૦ ગ્રામ પનીર (હોમમેઇડ પનીર)
  9. તેલ શેલો ફ્રાયિંગ માટે
  10. રગડા માટે ૧ કપ સફેદ વટાણા
  11. વઘાર કરવા માટે સામગ્રીઃ પા ચમચી જીરું
  12. લીમડાના પાન
  13. ચપટી હીંગ
  14. 2 મોટી ચમચી તેલ
  15. સર્વિંગ માટેઃ ગ્રીન ચટણી
  16. લસણની ચટણી
  17. ખજૂર આમલીની ચટણી
  18. સેવ
  19. ઝીણી સમારેલી ડુંગળી
  20. સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. રગડો બનાવવાની રીતઃ કઠોળના વટાણાને આખી રાત પલાળી રાખો.
  2. તેમાં ત્રણથી ચાર કપ ફ્રેશ પાણી ઉમેરી કૂકરમાં ૪ સીટી થવા દો.
  3. વટાણા સોફ્ટ થઈ જવા જોઈએ. ત્યાર બાદ તેલ ગરમ કરી તેમાં જીરું, લીમડો અને હીંગ નાંખી તતડવા દો.
  4. વઘારને બાફેલા વટાણા પર પાથરી દો. ત્યાર બાદ તેને ઉકળવા દો.
  5. તેમાં એક પછી એક મસાલા કરો અને ગ્રેવી સહેજ જાડી થાય ત્યાં સુધી તેને ઉકળવા દો. તૈયાર છે તમારો રગડો.
  6. સ્ટફ્ડ પનીર પોંક પેટીસ માટે -આપણે પોંક ને પહેલા ધોઈશું અને તેને સાફ કરીશું.
  7. અને ચીલી કટર થી બારીક કરીશું.
  8. બધી પેટીસ સામગ્રી એક સાથે ભેગી કરો.
  9. મસાલા મિકસ કરો.
  10. જ્યાં સુધી તે કણક જેવું એક સાથે થાય નહીં.
  11. પેટીસ/ કટલેટ મિશ્રણને ૧૦ સમાન બોલમાં વિભાજીત કરો અને એક બાજુ રાખો.
  12. પનીર ને મીઠું નાખી સાથે મિક્સ કરો અને તેને ૧૦ નાના દડાઓમાં વિભાજીત કરો અને તેને એક બાજુ રાખો
  13. તમારા હાથની હથેળીમાં થોડું તેલ લગાવી અને તમારા પામની મધ્યમાં પેટિસ / કટલેટ બોલમાં ફ્લેટ કરો. પનીર બોલને કટલેટમાં મૂકો.
  14. પેટીસ/ કટલેટ બંધ કરો.
  15. કટલેટ બૉલ્સ અને પનીર બોલમાં સમાન રીતે બનાવો અને તેમને અલગ રાખો.
  16. મધ્યમ ગરમી પર નોનસ્ટિક તવો ગરમ કરો.
  17. પેટીસ ને નોનસ્ટિક પેનમાં શેલો ફ્રાય કરી લો.
  18. પેટીસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકો.
  19. બધી પેટીસ સમાન શેકી લો.
  20. સર્વ કરવાની રીતઃ પ્લેટમાં બે પેટીસ મૂકી તેના પર રગડો નાંખો.
  21. તેના પર બધી જ ચટણી ઉમેરો. સેવ અને ડુંગળી ભભરાવો. ગરમાગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર