વેજ બિરયાની | Veg Biryani Recipe in Gujarati

  ના દ્વારા Rani Soni  |  30th Mar 2019  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Veg Biryani by Rani Soni at BetterButter
  વેજ બિરયાનીby Rani Soni
  • તૈયારીનો સમય

   25

   મીની
  • બનાવવાનો સમય

   40

   મીની
  • પીરસવું

   4

   લોકો

  4

  0

  વેજ બિરયાની

  વેજ બિરયાની Ingredients to make ( Ingredients to make Veg Biryani Recipe in Gujarati )

  • 1 1/2 કપ બાસમતી ચોખા ( 20 મિનિટ માટે પલાળેલ)
  • 5 કપ પાણી
  • 2 તેજ પત્તા
  • 1 ઇંચ તજ
  • 2-3 લવિંગ
  • 2 ઈલાયચી
  • 1 મોટી ઈલાયચી
  • 1 જાવિત્રી
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી મીઠું
  • બિરયાની ગ્રેવી માટે:
  • 3 ચમચી ઘી
  • 1 ચમચી શાહજીરુ
  • 1 તજ પત્તા
  • 2 ઇંચ તજ
  • 2 ઈલાયચી
  • 1 મોટી ઈલાયચી
  • 1 ડુંગળી સમારેલ
  • 1 ચમચી આદુ-લસણ પેસ્ટ
  • 2 કપ મિશ્ર શાકભાજી, (ગાજર, ગોબી, વટાણા, બટાકા,ફણસી) 1
  • 1 કપ દહીં
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી હળદર પાવડર
  • 2 ચમચી બિરયાની મસાલા પાવડર
  • મીઠું જરુરમુજબ
  • 6-7 કાજુ
  • 1 કપ પાણી
  • 2-3 ચમચી પનીર
  • 1/4 કપ કોથમીર
  • 1/4 કપ ફુદીના પાન
  • 1/2 કપ તળેલી ડુંગળી બિરસ્તા
  • 1/4 કપ કેસર વાળું દૂધ
  • 1 ચમચી કેવડા વોટર

  How to make વેજ બિરયાની

  1. એક મોટા વાસણમાં 5 કપ પાણી લો
  2. તેમાં તજ, લવિંગ, જાવિત્રી ,ઈલાયચી, મોટી ઈલાયચી,તેલ અને મીઠું નાંખી
  3. પાણી ઉકળે એટલે બાસમતી ચોખા ઉમેરો
  4. ચોખા લગભગ 75% રંધાઈ જાય ત્યાં સુધી ઉકાળો (ચોખાને સંપૂર્ણપણે રાંધશો નહીં.
  5. હવે ચોખા ને પાણીમાંથી કાઢી ચારણી માં નાંખો અને તેના ઉપર ઠંડું પાણી નાંખી એક બાજુ રાખો
  6. બિરયાની ગ્રેવી માટે:
  7. અેક મોટી કડાઈ માં ઘી ગરમ કરો
  8. તેમાં શાહજીરુ નાંખો
  9. તેમાં બધા ખડા મસાલા નાંખો
  10. મસાલા સુગંધિત થાય ત્યાં સુધી સાંતળો
  11. હવે તેમાં ડુંગળી ઉમેરો અને સાંતળો
  12. તેમાં આદુ લસણ પેસ્ટ ઉમેરો મિકસ કરો
  13. હવે મિશ્ર શાકભાજી ઉમેરો અને 2 મિનિટ માટે સાંતળો
  14. હવે તેમાં વલોવેલું દહીં, મરચું પાવડર, હળદર, બિરયાની મસાલા પાવડર, મીઠું ઉમેરો
  15. કાજુ ઉમેરો
  16. મિકસ કરો
  17. 1/2 કપ પાણી નાંખો
  18. આછી જ્યોત પર 10 મિનિટ માટે રાંધો
  19. શાકભાજી લગભગ રાંધાઈ જાય એટલે પનીર ઉમેરો અને સારી રીતે મિકસ કરી દો
  20. બિરયાની ગ્રેવી તૈયાર છે
  21. બિરયાની લેયરિંગ માટે:
  22. એક જાડા તળિયા વાળી કઢાઈ અથવા નોનસ્ટિક કડાઈને ઘી થી ગ્રીઝ કરો
  23. તેમાં સૌ પ્રથમ થોડા રાંધેલા ભાત પાથરો
  24. તેની ઉપર થોડી તળેલી ડુંગળી, સમારેલી કોથમીર ,ફુદીનો પાથરો ,થોડું કેસર વાળું દૂધ રેડો
  25. હવે તેની ઉપર બિરયાની ગ્રેવી સબ્જીનુ લેયર કરો
  26. ફરીથી ભાતનું લેયર કરી તળેલી ડુંગળી, સમારેલી કોથમીર,ફુદીનો ભભરાવી બાકી રહેલું કેસર વાળું દૂધ રેડો
  27. કેવડા વોટર નાંખો
  28. કઢાઈ ને એલ્યુમિનિયમ ફોઈલ થી ઢાંકી ઉપર ઢાંકણ ઢાંકી ધીમા તાપે 10 મિનિટ સુધી સ્ટીમ કરો
  29. વેજ બિરયાની તૈયાર છે
  30. બિરયાની ને રાયતા જોડે પિરસો

  Reviews for Veg Biryani Recipe in Gujarati (0)