હોમ પેજ / રેસિપી / ચીઝી સુરતી લોચો

Photo of Cheesy surti locho by Urvashi Belani at BetterButter
1423
4
0.0(0)
0

ચીઝી સુરતી લોચો

Mar-30-2019
Urvashi Belani
300 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી સુરતી લોચો રેસીપી વિશે

સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ......

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • પીસવું
  • બાફવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ચણા ની દાળ
  2. 1/3 કપ અડદ ની દાળ
  3. 1/3 કપ પૌવા
  4. 3 ચમચી વાટેલા આદુ મરચા
  5. 1 ચમચી હળદર
  6. 1/4 ચમચી ટાટરી
  7. સ્વાદાનુસાર નમક
  8. 1/4 ચમચી હિંગ
  9. 3 ચમચા તેલ
  10. 1 ચમચી ઇનો
  11. ચીઝ
  12. કોથમીર
  13. લોચો મસાલો બનાવવા માટે:
  14. 1 ચમચી લાલ મરચું
  15. 1 ચમચી ચાટ મસાલો
  16. 1/2 ચમચી જીરું પાવડર
  17. 1/2 ચમચી કાળી મરી પાવડર
  18. 1/2 ચમચી સંચર
  19. સ્વાદાનુસાર નમક

સૂચનાઓ

  1. બન્ને દાળ ને ભેગી કરી 4 થી 5 કલાક સુધી પાણી માં પલાળી રાખો. પૌવા ને 15 મિનિટ પાણી માં પલાળી રાખો.
  2. હવે દાળ માંથી પાણી કાઢી તેને મિક્સર માં પીસી લો. પૌવા ને પણ મિક્સરમાં પીસી લો.
  3. પીસેલા દાળ અને પૌવા ને મિક્સ કરી તેમાં નમક,હળદર, હિંગ, ટાટરી, આદુ મરચા અને તેલ નાખી મિક્સ કરી ખીરું તૈયાર કરો.
  4. હવે આ ખીરા માં ઇનો નાખી મિક્સ કરી તેને ગ્રીસ કરેલી થાળી માં નાખી તેની ઉપર લોચો મસાલો ભભરાવી 15 થી 20 મિનિટ માટે વરાળ માં બાફી લો.
  5. હવે સરવિંગ પ્લેટ માં ગરમ ગરમ લોચો નાખી તેની ઉપર લોચો મસાલો , કોથમીર અને ચીઝ નાખી સર્વ કરો.
  6. લોચો મસાલો બનાવવા માટે બધી સામગ્રી ને ભેગી કરીને મિક્સ કરી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર