હોમ પેજ / રેસિપી / સમોસા ચના ચાટ

Photo of samosa chana chaat by Hiral Pandya Shukla at BetterButter
384
4
0.0(0)
0

સમોસા ચના ચાટ

Mar-31-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સમોસા ચના ચાટ રેસીપી વિશે

ઠંડી ની ૠતુ મા ગરમા ગરમ રગડો ખાવાની મજા આવે છે સાથેસાથે સમોસા પણ મળી જાય તો બીજું શું જોઈએ???:smiley::smiley:

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ઉકાળવું
  • બાફવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 નંગ સમોસા
  2. 1 કપ પલાળેલ કાબુલી ચણા
  3. 2-3 બાફેલા બટાકા
  4. 1 કપ નાયલોન સેવ
  5. 1 ટમેટુ સમારેલુ
  6. 1 ડુંગળી સમારેલી
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. પાણી જરુર મુજબ
  9. 1 ચમચી લાલ મરચું
  10. 1 ચમચી હળદર
  11. 1 ચમચી ધાણાજીરુ
  12. 1/2 ચમચી ગરમ મસાલો
  13. 1 લીંબુ નો રસ
  14. 2 ચમચી તેલ
  15. 1 આદુ લસણની પેસ્ટ
  16. 1 ચમચી આમલી ની ચટણી
  17. 1 ચમચી કોથમીર ની ચટણી
  18. 4 ચમચી દાડમ

સૂચનાઓ

  1. ચણા 6-7 કલાક પલાળી બાફી લો. તેલ ગરમ કરી ડુંગળી ,આદુ પેસ્ટ,મરચું સાતળી લો.
  2. ટમેટા નાખી સાતળી લો.
  3. બધા સુકા મસાલા ઉમેરી બટાકા,ચણા ઉમેરી મીક્સ કરો.
  4. જરુર મુજબ પાણી ઉમેરી 5-7 મીનીટ ઉકાળો.
  5. સમોસા ના કટકા કરી લો..
  6. ઉપર ગરમાગરમ રગડો ઉમેરો...
  7. રગડા ઉપર ચટણી ,સેવ,દાડમ અને કોથમીર તેમજ ચાટ મસાલો કે શેકેલ જીરું પાવડર ઉમેરી ગરમાગરમ પીરસો....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર