હોમ પેજ / રેસિપી / મિસળ પાઉં

Photo of Missal pav by Hetal Sevalia at BetterButter
444
2
0.0(0)
0

મિસળ પાઉં

Mar-31-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિસળ પાઉં રેસીપી વિશે

મહારાષ્ટ્ર ની ફેમસ સ્ટ્રીટ ફૂડ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • ઉકાળવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ ફણગાવેલા મઠ
  2. 1/4 ચમચી હળદર
  3. ચપટી હીગ
  4. 1 ડુંગળી
  5. 1 ટામેટું
  6. 2 ચમચી સૂકા કોપરાની છીણ
  7. 1 ચમચી ધાણા
  8. 1 ચમચી જીરું
  9. 1 ટુકડો તજ
  10. 3 લવિંગ
  11. 4 મરી
  12. 8-10 લસણની કળી
  13. 1/2 ઈચ આદુનો ટુકડો
  14. 1 ચમચી ગરમ મસાલો
  15. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું
  16. 1 ચમચી તીખું લાલ મરચું
  17. 1/2 ચમચી જીરું
  18. 1/2 ચમચી રાઈ
  19. થોડા લીમડાના પાન
  20. 2 મોટા ચમચા તેલ
  21. મીઠું સ્વાદ અનુસાર
  22. ફરસાણ જરૂર મુજબ
  23. ડુંગળી જરૂર મુજબ
  24. પાઉં જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ મઠ માં હળદર, હીગ અને પાણી ઉમેરી બાફી લો.
  2. એક પેનમાં ધાણા, જીરું, તજ,લવિંગ, મરી 2-3 મિનિટ શેકી લો.કાઢી લો.
  3. એ જ પેનમાં કોપરું લાલ થાય ત્યાં સુધી શેકી લો. કાઢી લો.
  4. એજ પેનમાં એક ચમચી તેલ મૂકી ડુંગળી, લસણ, આદું ઉમેરો. ગુલાબી થાય એટલે ટામેટાં ઉમેરો. પાણી બળી જાય એટલે ઠંડુ કરી ઉપર ની બધી સામગ્રી લઈ પેસ્ટ બનાવો.
  5. એક કઢાઈમાં તેલ મૂકી જીરું, રાઈ,લીમડા નો વઘાર કરો. તેમાં લાલ મરચું, ગરમ મસાલો ઉમેરી પેસ્ટ સાતળો. તેલ છૂટે એટલે મઠ પાણી સાથે ઉમેરો.
  6. બીજું થોડું પાણી ઉમેરી ઢાંકી ને 5-10 મિનીટ ઉકળવા દો.તેલ ઉપર આવે એટલે ઉતારી લો.
  7. એક બાઉલમાં મિસળ લઈ ઉપરથી ડુંગળી, ફરસાણ ,લીબુ અને પાઉં સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર