BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / લીટી ચોખા

Photo of Litti Chokha by Hetal Sevalia at BetterButter
0
5
0(0)
0

લીટી ચોખા

Mar-31-2019
Hetal Sevalia
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીટી ચોખા રેસીપી વિશે

બિહાર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • બિહાર
  • શેકેલું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ***લીટી માટે:-
  2. 2 કપ ઘઉંનો લોટ
  3. ચપટી અજમો
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 2 ટેબલ સ્પૂન ઘી
  6. **** સ્ટફિંગ માટે:-
  7. 1 કપ શેકેલું બેસન
  8. થોડી કોથમીર
  9. 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  10. 1/2 ચમચી લસણ આદુની પેસ્ટ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 2 ચમચી ગરમ તેલ
  13. 1/4 ચમચી કલોજી
  14. 1/4 ચમચી અજમો
  15. 1/4 ચમચી આમચૂર પાવડર
  16. 1/4 ચમચી સંચળ
  17. ****લસણની ચટણી:-
  18. 10 સૂકા લાલ મરચાં
  19. 10 કળી લસણ
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. ***ચોખા માટે:-
  22. 1 બોઈલ બટાકુ
  23. 1 ડુંગળી ચોપ
  24. 2 રીગણ શેકેલું
  25. 2 ટામેટાં શેકેલું
  26. થોડી કોથમીર
  27. 1/2 ચમચી ચોપ લસણ
  28. 1/4 ચમચી ચોપ આદું
  29. 1 ચમચી ચોપ લીલાં મરચાં
  30. 1/2 ચમચી લીંબુનો રસ
  31. મીઠું સ્વાદ અનુસાર
  32. 1/4 ચમચી સંચળ
  33. ઘી જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ લીટી માટે ની સામગ્રી ભેગી કરી સોફટ લોટ બાંધો.10 મિનિટ રેસ્ટ આપો.
  2. સ્ટફિંગ ની સામગ્રી ભેગી કરી નાના બોલ્સ વાળો.જરૂર જણાય તો થોડું પાણી છાટી મોઈશ્ચર આપવું. કણક માં થી લૂઓ લઈ સ્ટફિંગ મૂકી લીટી વાળી દો.
  3. અપ્પમ પેન માં શેકી લો.
  4. ચોખા માટે ની સામગ્રી ભેગી કરી હાથ થી મસળી લો.
  5. એક પ્લેટ માં ચોખા મૂકો. લીટી થોડી હાથ થી દબાવી મૂકો તેના પર ઘી રેડો.સાથે લસણની ચટણી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર