હોમ પેજ / રેસિપી / માવા મલાઈ આઇસ ડીસ

Photo of Mava Malai lce Dish by Mital Viramgama at BetterButter
18
4
0.0(0)
0

માવા મલાઈ આઇસ ડીસ

Mar-31-2019
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા મલાઈ આઇસ ડીસ રેસીપી વિશે

માવા મલાઈ આઇસ ડીસ એક ફેમસ સ્ટીટ ડીસ છે.સૌરાષ્ટ્રના લગભગ બધાં શહેરો ના ગોલા ફેમસ છે.રંગીલા રાજકોટ ના ગોલા બધી જગ્યાએ ફેમસ છે.ભવાની ના ગોલા નો તો લિમ્કા બુકમાં રેકોર્ડ પણ છે.રાજકોટ ના રામ ઔર શ્યામ તેમજ આઝાદ હિંદ ના ગોલા ના માણસો દીવાના છે.ગરમી ની સીઝન હોય કે પછી ઠંડીની સીઝન રાત્રે ભીંડ જામતી હોય છે.જુદી જુદી ફલેવર ની આઇસ ડીસ મળે છે. મારી ફેવરિટ ફલેવર છે કેસર પીસ્તા અને રોઝ જેની રેસીપી શેર કરૂં છું.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ગુજરાત
 • ઠંડા પીણાં
 • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

 1. ૪ટેબલ સ્પૂન કેસર સીરપ
 2. ૪ ટેબલ સ્પૂન પીસ્તા સીરપ
 3. ૪ ટેબલ સ્પૂન રોઝ સીરપ
 4. ૪ ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ
 5. ૨ ટેબલ સ્પૂન માવો ખમણેલો
 6. ૨ટેબલ સ્પૂન કાજુ બદામ પીસ્તા આખાં
 7. ૧ ટેબલ સ્પૂન બદામ પીસ્તા ની કતરી
 8. ૧ ટેબલ સ્પૂન ચોકલેટ ચીપ્સ
 9. ૪ નંગ ગ્રીન ચેરી
 10. થોડો સ્ટ્રોબેરી સોસ
 11. ૩ કપ બરફ મશીન મા ક્રશ કરેલો.

સૂચનાઓ

 1. સૌથી પહેલાં બે વાટકી મશીન ના સાઇઝ ની બરફ જમાવેલો લો.પછી આઇસ ક્રશ કરવાનું મશીન લો.
 2. હવે ગોલા બનાવા માટે બધાં સીરપ અને બધી સામગ્રી લો.મે તૈયાર સીરપ લીધાં છે
 3. હવે તે બરફને મશીન મા ક્રશ કરીલો.
 4. હવે ક્રશ બરફ ને એક વાટકા મા દબાવી ને પ્લેટ મા કાઢી લો.
 5. હવે તેમાં રોઝ શીરપ સાઇડમાં છાંટી દો અને વચ્ચે કેસર સીરપ અને પીસ્તા સીરપ છાંટી દો.
 6. હવે તેમાં માવો છાંટી દો.
 7. હવે તેમાં ફ્રેશ ક્રીમ નાખી દો
 8. હવે તેમાં ચોકલેટ ચીપ્સ અને કાજુ બદામ પીસ્તા નાખી દો.અને ઉપર ચેરી મુકી દો .
 9. હવે તૈયાર છે માવા મલાઈ આઇસ ડીસ જેને ગુલાબ ની પાંદડી થી સજાવી ને તુરંતજ સર્વ કરો.
 10. આટલી સામગ્રી માંથી બે આઇસ ડીસ બનશે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર