Photo of Shawrma by safiya abdurrahman khan at BetterButter
299
0
0.0(0)
0

શૉરમાં

Mar-31-2019
safiya abdurrahman khan
120 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શૉરમાં રેસીપી વિશે

એક મિડલ ઈસ્ટર્ન અને ખૂબ જ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આપણે ત્યાં પણ ખુબજ લોકપ્રિય છે. મે મુંબઈ શૈલી થી બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • મિડલ ઈસ્ટર્ન
  • સાંતળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. શોરમા ની રોટલી માટે
  2. ૨૫૦ ગ્રામ મેંદો
  3. ૧ નાની ચમચી ઇન્સ્ટન્ટ યીસ્ટ
  4. ૧ નાની ચમચી મીઠુ
  5. ૧/૨ નાની ચમચી
  6. ભરવા માટે
  7. ૨૫૦ ગ્રામ ચિકન
  8. ૧ સમારેલ કાંદા અને ૧ ગોળ કાપેલું
  9. ૧ સમારેલ ટામેટા
  10. ૧ નાની ચમચી લસણ ની પેસ્ટ
  11. ૧ નાની ચમચી આદુંની પેસ્ટ
  12. ૧ નાની ચમચી લીલા મરચા ની પેસ્ટ
  13. ૧ નાની ચમચી પેપ્રિકા
  14. ૧ નાની ચમચી શેકેલા જીરા પાવડર
  15. ૧/૨ નાની ચમચી ગરમ મસાલા
  16. ૧ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  17. ૧ નાની ચમચી ઓરેગનો
  18. ૨ નાની ચમચી તેલ
  19. ૩/૪ કપ માયૉનીઝ
  20. સમારેલ કોથમીર જરૂર મુજબ
  21. મીઠુ જરૂર મુજબ

સૂચનાઓ

  1. એક વાસણ મા રોટલી ની બધી સામગ્રી ભેગી કરી ,નરમ લોટ બાંધો.
  2. ઢાંકી ૨ કલાક રાખો.
  3. હવે ચિકન ને આદું પેસ્ટ,લસણ પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ અને મીઠુ ઉમેરી બાફી લો. તેનાં શ્રેડ કરી લો.
  4. પેન મા તેલ ગરમ કરી કાંદા સાંતળો. બધાં મસાલા, મીઠુ અને ટામેટા ઉમેરી નરમ થાય ત્યાં સુધી પક્વૉ.
  5. શ્રેડ કરેલ ચિકન ઉમેરી મિશ્ર કરી ૫ મિનીટ પક્વૉ. સમારેલ કોથમીર ઉમેરી મિશ્ર કરી ગેસ બંદ કરો.
  6. લોટ હવે ફૂલી ગયુ છે તો તેને ફરી એક વાર મસળી લો.
  7. મધ્યમ લૂઓ લઇ રોટલી વણો અને ગરમ તવા પર બન્ને બાજુ શેકી લો, સામાન્ય રોટલી ની જેમ.
  8. બધી રોટલી આ રીતે બનાવી લો.
  9. મે ઘરે બનાવેલું મેયૉનીસ લીધુ છે.
  10. હવે એક રોટલી લઇ તેનાં પર મેયૉનીસ લગાડો, ચિકન ભરી, ગોળ સમારેલ કાંદા ઉમેરો, ચીલી ફ્લેક્સ, ઓરેગનો છાંટો અને રોટલી વાળી તરત જ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર