એગલેસ ચોકલેટ ડોનટ્સ | Eggless Chocolates Donuts Recipe in Gujarati

ના દ્વારા Trupti BBhatt  |  31st Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Eggless Chocolates Donuts by Trupti BBhatt at BetterButter
એગલેસ ચોકલેટ ડોનટ્સby Trupti BBhatt
  • તૈયારીનો સમય

    2

    Hours
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    6

    લોકો

1

0

એગલેસ ચોકલેટ ડોનટ્સ વાનગીઓ

એગલેસ ચોકલેટ ડોનટ્સ Ingredients to make ( Ingredients to make Eggless Chocolates Donuts Recipe in Gujarati )

  • મેંદો ૧ ૧/૨ કપ
  • દૂધ નો પાવડર ૧/૨ કપ
  • બેકિંગ પાઉડર ૧/૪
  • બટર ૨ ચમચી
  • મીઠું ચપટી
  • દરેલી ખાંડ ૩- ૪ ચમચી
  • ખાંડ ૧ ચમચી
  • યીસ્ટ ૧ ચમચી
  • નવસેકું દૂધ ૧/૨ કપ
  • વનિલા એસેન્સ ૧ ચમચી
  • પાણી ૧/૪ કપ
  • તેલ તળવા માટે
  • ગ્લેઝ માટે :-
  • ચોકલેટ ૧૦૦ ગ્રામ
  • ક્રીમ ૨ ચમચા
  • બટર ૧ ચમચી
  • સુગર સ્પ્રિંકેલ જરૂર મુજબ
  • પિસ્તા ની કતરણ

How to make એગલેસ ચોકલેટ ડોનટ્સ

  1. એક વાટકા માં મેંદો, દરેલી ખાંડ, મીઠું, બેકિંગ પાવડર ઉમેરી મિક્સ કરી રાખો.
  2. નવશેકા દૂધ માં યીસ્ટ અને ખાંડ નાખી મિક્સ કરો અને ઢાંકી ને મૂકો. ૧૫ મિનિટ માટે.
  3. જ્યારે યીસ્ટ એક્ટિવ થઈ જાય એટલે એમાં વનિલા એસેંસે નાખો.
  4. હવે લોટ ના મિશ્રણ માં યીસ્ટ વાળું મિશ્રણ નાખો અને લોટ બાંધો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરવું.
  5. હવે બટર લાગવી ૧ કલાક માટે હુંફાળી જગ્યા પર ઢાંકી મૂકો.
  6. હવે લોટ ફૂલી ને બમણો થઈ ગયો છે તેમાં હાથ થી પંચ કરો અને હવા કાઢી નાંખો.
  7. બટર લગાવી જાડો રોટલો વણો પછી ગલાસ ની મદદ થી ગોળાકાર કપો. નાની શીશી ના ઢાંકણ થી ગોળાકાર ની વચ્ચે નાનું ગોળાકાર કાપો.
  8. હવે બટર થી ગ્રીસ કરો અને મુલાયમ કપડું ઢાંકી ફરી થી ગરમ જગ્યા પર મૂકો ૫ મિનિટ માટે.
  9. હવે ડૉન્ટ્સ ફૂલી ગયા હશે તો તેલ ગરમ કરો.
  10. તેલ મધ્યમ ગરમ કરો અને તેમાં ડોનટ્સ ને ધીમે થી તળવા મૂકો.
  11. ધીમા તાપે જ તળવા જેથી બહાર બ્રાઉન થાય અને કાચા પણ ન રહે.
  12. હવે તેને બંને બાજુ થી બ્રાઉન રંગ ના તળી ને કાઢી લો.
  13. થોડા ઠંડા થાય ત્યાં સુધી ગ્લેઝ બનાવી લો.
  14. ડબલ બોઇલર માં ચોકલેટ ને પીગળવા તેમાં ક્રીમ અને બટર નાખી મિક્સ કરો. ગ્લેઝ તૈયાર છે. તેમાં એક એક ડોનટ્સ ને બોળો ને કાઢી લો.
  15. બધા જ ડોનટ્સ ને ગ્લેઝ માં બોળો અને એક પ્લેટ પર મૂકો. હવે તેના પર સુગર સ્પ્રિંકલ નાખો. અમૂક પર પિસ્તા ની કતરણ મૂકો.
  16. એગલેસ ચોકલેટ ડોનટ્સ તૈયાર છે મઝા માણો.

My Tip:

તળવા માટે ફ્લેવર્સ વિનાનું તેલ લેવું જેથી ડોનટ્સ નો સ્વાદ બદલાઈ ન જાય

Reviews for Eggless Chocolates Donuts Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો