હોમ પેજ / રેસિપી / વેજીટેબલ ખીચડી

Photo of Vegetable khichadi by Joshi daksha at BetterButter
857
0
0.0(0)
0

વેજીટેબલ ખીચડી

Apr-08-2019
Joshi daksha
20 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ ખીચડી રેસીપી વિશે

લંચમાં કે ડિનરમાં લઇ શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. વઘાર માટે:
  2. 1.મેથીના દાણા-8 થી 10
  3. 2.રાય
  4. 3.જીરું
  5. 4.મીઠા લીમડાના પાન
  6. 5.તેલ-3 ચમચી
  7. 6.હિંગ-1 ચપટી
  8. વેજીટેબલ:
  9. 1.ડુંગળી
  10. 2.લીલા મરચાં
  11. 3.કોબી
  12. 4.બટાકુ-1 નાનું
  13. 5.ટામેટું-1
  14. 6.ગાજર
  15. 7.ફલાવર
  16. 8.લીલા વટાણા
  17. 9.પાલક
  18. મસાલા:
  19. 1.મીઠું-સ્વાદ મુજબ
  20. 2.મરચું-સ્વાદ મુજબ
  21. 3.હળદર-સ્વાદ મુજબ
  22. 4.ધાણાજીરું-સ્વાદ મુજબ
  23. ખીચડી માટે:
  24. 1.ચોખા-1 વાટકી
  25. 2.મગની દાળ-અડધી વાટકી
  26. 3.ચણાની દાળ-અડધી વાટકી
  27. સર્વિંગ માટે:
  28. દહીં અને સલાડ અથવા છાશ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બધા શાકભાજી સમારી લો.
  2. ત્યાર બાદ કૂકરમાં 3 ચમચી તેલ લઇ ગરમ કરો.
  3. તેલ ગરમ થાય એટલે 1 ચપટી હિંગ નાખી મેથીના દાણા, રાય, જીરું અને મીઠા લીમડાના પાનથી વઘાર કરો.
  4. બાદ તેમાં ડુંગળી નાખી તેને સાંતળો.
  5. ત્યાર બાદ કટ કરેલા લીલા મરચા ઉમેરો.
  6. ત્યાર બાદ એક પછી એક બધા શાક ઉમેરી,સરખી રીતે મિક્સ કરી તેમાં હળદર,મીઠું,મરચું પાવડર,ધાણાજીરું નાખીને હલાવો.
  7. બધું સરખી રીતે મિક્સ કરી,બે મિનિટ ધીમી આંચે ચડવા દો.
  8. તે દરમિયાન ચોખા અને બંને દાળને ધોઈ,વઘારેલા શાકમાં ઉમેરો.
  9. સરખી રીતે મિક્સ કરી,તેમાં 3 વાટકી પાણી ઉમેરી,કૂકરને બંધ કરી 2 સિટી વગાડો.
  10. ગેસ બંધ કરી,કૂકરને 10 મિનિટ એમ જ બંધ રહેવા દો.
  11. સર્વિંગ માટે:
  12. એક બાઉલમાં ખીચડી કાઢી,તેમાં ઉપરથી સમારેલી કોથમીર,ગાર્નિશ કરી,દહીં અને સલાડ સાથે સર્વ કરો.
  13. દહીં સિવાય છાશ પણ સાથે લઇ શકો છો.
  14. તૈયાર છે...Healthy and Delicious વેજીટેબલ ખીચડી..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર