હોમ પેજ / રેસિપી / ફરાળી દહીંવડા

Photo of Farali Dahivada by Joshi daksha at BetterButter
674
0
0.0(0)
0

ફરાળી દહીંવડા

Apr-13-2019
Joshi daksha
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરાળી દહીંવડા રેસીપી વિશે

લંચ અને ડિનરમાં લઇ શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. બટેટા-4(મિડિયમ સાઈઝના)
  2. પલાળેલા સાબુદાણા-1 વાટકી
  3. શેકેલા શીંગદાણાનો ભૂકો-1 વાટકી
  4. મરી પાવડર-અડધી ચમચી
  5. ખાંડ-1 ચમચી
  6. આદુ લીલા મરચાની પેસ્ટ-1 ચમચી
  7. મીઠું-સ્વાદ મુજબ
  8. હળદર-1 ચપટી(નાખવી હોય તો)
  9. આરરૂટનો લોટ

સૂચનાઓ

  1. સૌપ્રથમ સાબુદાણાને 4 કલાક પહેલાં પલાળી દેવા.
  2. બાફેલા બટેટાનો છૂંદો કરી,સાબુદાણા અને શેકેલી શીંગનો ભૂકો ભેળવો.
  3. તેમાં આદુ મરચાની પેસ્ટ અને મીઠું,મરચું,ખાંડ ઉમેરી બધું બરાબર મિકસ કરી નાના નાના ગોળ બોલ બનાવો.
  4. બાદ તેને આરારૂટના લોટમાં રગદોળી તેલ ગરમ કરીને તળી લો.
  5. તેને ઠંડા થવા દો.
  6. જરૂર મુજબ દહીં લો અને તેને વલોવી લો.
  7. સર્વિંગ માટે: 1.સર્વિંગ પ્લેટમાં વડા લઇ તેને સહેજ દબાવી તેના પર દહીં રેડો. 2.તેના પર શેકેલા જીરુંનો પાવડર,લાલ મરચું પાવડર,સહેજ મીઠું નાખો. 3.તેની ઉપર કિસમિસ અને દાડમના દાણા નાખી ગાર્નિશ કરી શકો.
  8. તૈયાર છે ફરાળી દહીંવડા..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર