ભીંડી બટર મસાલા | Bhindi Butter Masala Recipe in Gujarati

ના દ્વારા shyama thanvi  |  22nd May 2017  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Bhindi Butter Masala by shyama thanvi at BetterButter
ભીંડી બટર મસાલાby shyama thanvi
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

331

0

ભીંડી બટર મસાલા

ભીંડી બટર મસાલા Ingredients to make ( Ingredients to make Bhindi Butter Masala Recipe in Gujarati )

 • 250 ગ્રામ - ભીંડા
 • ભીંડી તળવા માટે તેલ
 • મધ્યમ કદના 3 સમારેલા ટામેટાં
 • મધ્યમ કદની 2 સમારેલી ડુંગળી
 • 8-10 બદામ (પલાળીને છોલેલી)
 • 2 મોટી ચમચી - દહીં
 • 2 મોટી - તાજી મલાઈ
 • કેસર 8-10 (2 મોટી ચમચી દૂધમાં પલાળેલું)
 • આદુ મરચાની પેસ્ટ - 2 મોટી ચમચી
 • આદુ - 1ઈંચ લાંબો ટુકડો
 • લસણની છૂંદેલી કળી - 2
 • આખો ગરમ મસાલો: તેજ પત્તુ - 1
 • લવિંગ - 2
 • તજ - 1 ઇંચ લાંબુ
 • દગડફુલ - 1
 • બટર - 2 મોટી ચમચી
 • તેલ - 2 મોટી ચમચી
 • હળદર - 2 મોટી ચમચી
 • લાલ મરચું - 1 નાની ચમચી
 • જીરું - 1 નાની ચમચી
 • કઢીપત્તા - 1 ડાળખી
 • મીઠું સ્વાદાનુસાર
 • ગરમ મસાલો - 1/2 નાની ચમચી
 • ખાંડ - 1 નાની ચમચી (વૈકલ્પિક)

How to make ભીંડી બટર મસાલા

 1. ભીંડાને ધોઈને, નૂછીને કટકા કરો.
 2. એક કઢાઇમાં 1 કપ પાણી લો, તેમાં ટામેટા, આખો મસાલો, બદામ નાખો અને ઉકળવા દો.
 3. ઠંડુ થવા દો, આખા મસાલાને પાણીથી અલગ કરો અને બાકી બચેલી સામગ્રીની એક મુલાયમ પ્યુરી બનાવીને સારી રીતે ભેળવો. એક બાજુ પર મૂકો.
 4. હવે એક કઢાઇમાં તેલ, બટર, જીરું અને કઢીપત્તા નાખો.
 5. આદુ મરચાની પેસ્ટ, ડુંગળી નાખો અને ડુંગળી ગુલાબી પડે ત્યાર સુધી સાંતળો.
 6. લસણ અને ટામેટાની પ્યુરી નાખો. હળદર, લાલ મરચું, મીઠું અને ગરમ મસાલો નાખો, ઢાંકી દો અને તેલ છૂટે ત્યાં સુધી રાંધો.
 7. હવે મલાઈ અને દહીં નાખો અને 1-2 મિનિટ સુધી રંધાવા દો. કેસર, દૂધ, ખાંડ નાખો અને સારી રીતે ભેળવો. તળેલા ભીંડા નાખો અને એક મિનિટ માટે રાંધો.
 8. આંચ બંધ કરી દો. વાનગીને મલાઈ, બટર અને થોડી બદામથી સજાવો.
 9. રોટલી, નાન અથવા ભાત સાથે પીરસો.

Reviews for Bhindi Butter Masala Recipe in Gujarati (0)