દાળ તડકા રેસ્ટૉરન્ટ સ્ટાઇલમાં | Dal Tadka Restaurant Style Recipe in Gujarati

ના દ્વારા Shivani Jain Awdhane  |  31st May 2017  |  
4 ત્યાંથી 2 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Dal Tadka Restaurant Style by Shivani Jain Awdhane at BetterButter
દાળ તડકા રેસ્ટૉરન્ટ સ્ટાઇલમાંby Shivani Jain Awdhane
 • તૈયારીનો સમય

  25

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  3

  લોકો

1157

2

દાળ તડકા રેસ્ટૉરન્ટ સ્ટાઇલમાં

દાળ તડકા રેસ્ટૉરન્ટ સ્ટાઇલમાં Ingredients to make ( Ingredients to make Dal Tadka Restaurant Style Recipe in Gujarati )

 • મસૂર / તુવેર / મગની દાળ 1 કપ
 • ઘી/બટર 2 નાની ચમચી
 • તાજી મલાઈ 1/2 કપ
 • 1 મોટી સમારેલી ડુંગળી
 • 1 મોટું સમારેલું ટામેટુ
 • અધકચરી કાપેલી લસણની 5 કળી
 • 1/4 કપ કોથમીર
 • 2 સમારેલા લીલા મરચાં
 • 1 મોટી ચમચી હળદર
 • 1 મોટી ચમચી લાલ મરચાંનો પાવડર
 • 1 મોટી ચમચી ઘાણાનો પાવડર
 • મીઠું સ્વાદાનુસાર
 • તડકા માટે :
 • એક મોટી ચમચી બટર/ઘી
 • 1 મોટી ચમચી રાઈ
 • 1 મોટી ચમચી જીરું
 • અધકચરી છૂંદેલી લસણની 5 કળી
 • 1 સૂકું લાલ મરચું

How to make દાળ તડકા રેસ્ટૉરન્ટ સ્ટાઇલમાં

 1. તુવેરની દાળને ધોઇને કૂકરમાં ધીમી આંચે 3 સીટી વાગે ત્યાં સુધી બાફો.
 2. એકવાર બફાઇ જાય પછી, તેને રૂમના તાપમાન જેટલી ઠંડી થવા દો.
 3. કઢાઇ ગરમ કરીને તેમાં તેલ નાખો, લસણની પેસ્ટ અને લીલું મરચું નાખો.
 4. હવે ડુંગળી નાખો.. તપખીરી રંગની થાય ત્યાં સુધી વઘારો.
 5. હવે સમારેલા ટામેટા નાખો.
 6. ટામેટા નરમ પડે ત્યાં સુધી રાંધો.
 7. હવે હળદર, લાલ મરચાં અને ધાણાનો પાવડર નાખો.
 8. હવે બાફેલી દાળ તેમાં નાખો.
 9. તેમાં 1 કપ ગરમ પાણી નાખીને હલાવો.
 10. દાળ ઊકળે ત્યાં સુધી તેને ધીમી આંચે રાંધો.
 11. હવે તેમાં તાજી મલાઈ નાખો.
 12. સારી રીતે બધું ભેળવો.
 13. હવે કોથમીર અને મીઠું નાખો.
 14. દાળ ઊકળવા લાગે અથવા પરપોટા આવા લાગે ત્યાં સુધી રાંધો, હવે આંચ બંધ કરો.
 15. દાળને પીરસવાની થાળીમાં રેડો.
 16. તકડો તૈયાર કરવા માટે, કઢાઇમાં ધી ગરમ કરો, હીંગ નાખો, પછી રાઈ અને જીરું નાખો પછી તડતડીયા આવે એટલે આદુ અને લાલ મરચું નાખો.
 17. તડતડીયા બંધ થાય પછી તડકાને દાળ પર રેડો.
 18. ઢાંકણ ઢાંકી દો...પીરસવાના સમયે ઢાંકણ ખોલો.
 19. દાળને બરાબર હલાવો અને પછી ભાત અથવા રોટલી સાથે પીરસો.

Reviews for Dal Tadka Restaurant Style Recipe in Gujarati (2)

Gokal Rabatia year ago

Nice
જવાબ આપવો

Neeta Jethvaa year ago

ખૂબ સરસ:ok_hand::ok_hand:
જવાબ આપવો