દહીં ભાત | Curd Rice Recipe in Gujarati

ના દ્વારા Poonam Bachhav  |  28th Nov 2015  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Curd Rice by Poonam Bachhav at BetterButter
દહીં ભાત by Poonam Bachhav
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

732

0

દહીં ભાત

દહીં ભાત Ingredients to make ( Ingredients to make Curd Rice Recipe in Gujarati )

 • 1 કપ ચોખા
 • 11/2 કપ દહીં (સાદું દહીં)
 • 1/4 કપ દૂધ
 • 1 સૂકું લાલ મરચું
 • કઢી પત્તા ના એક બે પત્તા
 • 2-3 ઝીણું કાપેલ લીલું મરચું
 • શણગાર માટે તાજા ધાણા
 • 1/4 ચમચી રાઈ
 • થોડી હિંગ
 • 1 ચમચી સફેદ અડદ દાળ જેના છોતરા કાઢી નાખ્યા હોય
 • 2-3 ચમચી દાડમ ના દાણા (ઈચ્છા પ્રમાણે)
 • 1 ચમચી તેલ
 • સ્વાદ પ્રમાણે મીઠું

How to make દહીં ભાત

 1. ચોખાને સારી રીતે ધુઓ અને વાસણમાં રાંધો અથવા પ્ર્રેસર કુકર વાપરી રાંધો જેમાં 21/2 કપ પાણી વાપરો અને ચોખા નરમ અને સારી રીતે પાકેલ હોવા જોઈએ। હું ચોખાને પ્રેસર કૂકરમાં 3 સીટી વાગે ત્યાં સુધી રાંધુ છું. આ વાનગી માટે ચોખા થોડા વધુ ચડેલ હોવા જોઈએ।
 2. તેને એક બાઉલ માં કાઢો। જયારે ચોખા હજી ગરમ હોય ત્યારે તેમાં દૂધ ઉમેરો અને ચમચી વડે ચોખાને રગડી નાખો। તમે તેમાં થોડું તેલ અથવા ઘી મૂકી શકો છો જો તમને દહીં ભાત પર તૈલી સ્તર જોઈતું હોય
 3. ચોખાને ઠંડા થવા દો. હવે તેમાં મીઠું ઉમેરો અને પછી દહીં અને સારી રીતે મિક્સ કરો. તેમાં કાપેલ ધાણા અને લીલું મરચું ઉમેરો
 4. વઘાર કરવા માટે એક નાના વાસણમાં તેલ ગરમ કરો અનેતેમાં રાઈ ઉમેરો। એક વાર રાઈ તડતડવા માંડે એટલે તેમાં અડદ દાળ, કઢી પત્તા, લાલ મરચું અને હિંગ ઉમેરો। 30 સેકન્ડ થી 1 મિનિટ સુધી તેને તળો અને તાપ બંધ કરો
 5. તેને દહીં ભાત પર નાખો અને મિક્સ કરો. દાડમ ના દાણા વડે શણગારો અને તમારી પસંદગી ના અથાણાં સાથે પીરસો અથવા જેવું છે તેવું આનંદ માણો। તમે તેમાં કાજુ ટુકડા, કિસમિસ, અથવા દ્રાક્ષ પણ શણગાર માટે નાખી શકો છો

My Tip:

જયારે રાંધેલ ભાત પુરી રીતે ઠંડો થાય ત્યારેજ તેમાં દહીં ઉમેરવું। ઘીને ગરમ ભાતમાં ઉમેરવાથી તેમાં રહેલ બેક્ટેરિયા મરી જાય છે અને ઘી અલગ પડવા માંડે છે

Reviews for Curd Rice Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો