વેજીટેબલ મન્ચુરીયન | Vegetable Manchurian Recipe in Gujarati

ના દ્વારા Swapna Sunil  |  4th May 2016  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Vegetable Manchurian by Swapna Sunil at BetterButter
વેજીટેબલ મન્ચુરીયનby Swapna Sunil
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  8

  લોકો

1445

1

વેજીટેબલ મન્ચુરીયન

વેજીટેબલ મન્ચુરીયન Ingredients to make ( Ingredients to make Vegetable Manchurian Recipe in Gujarati )

 • ગોળા (ડમ્પ્લિંગ)બનાવવા માટે:
 • 1/3 કપ ઝીણી સમારેલી/ છીણેલી કૉબિજ
 • 1/3 કપ ઝીણી સમારેલું/ છીણેલું ફ્લાવર
 • 1/2 કપ ઝીણી સમારેલી/ છીણેલી ગાજર
 • 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી
 • 3 લીલા મરચાં, ઝીણા સમારેલા
 • 4 લસણની કળી, છીણેલી અથવા ઝીણી સમારેલી
 • મીઠું સ્વાદાનુસાર
 • 1/2 નાની ચમચી મરી
 • 1/4 કપ મકાઇનો લોટ
 • 1/4 કપ મેંદો
 • આખું તળવા માટે તેલ
 • રસો બનાવા માટે:
 • 1/4 કપ સમારેલી ડુંગળી
 • 1/4 કપ લાલ-પીળા શિમલા મરચાં
 • 1 લીલું મરચું, ચીરેલું
 • 1 મોટી ચમચી લસણ, અધકચરું પીસેલું
 • 2 મોટી ચમચી સમારેલી લીલી ડુંગળી
 • 1 મોટી ચમચી સોયા સૉસ
 • 1 નાની ચમચી સરકો
 • 2 નાની ચમચી કૅચઅપ
 • મીઠું સ્વાદાનુસાર
 • 1/2 નાની ચમચી મરીનો પાવડર
 • 1 મોટી ચમચી મકાઇનો લોટ 1/2 કપમાં ઓગાળેલો
 • 1 મોટી ચમચી લીલા/લાલ મરચાંનો સૉસ
 • 2 મોટી ચમચી તેલ

How to make વેજીટેબલ મન્ચુરીયન

 1. સૌથી પહેલાં ગોળા (ડમ્પ્લિંગ) બનાવવા માટેની લિસ્ટમાં દર્શાવેલી બધી સામગ્રીને (તેલ સિવાય) ભેળવી લો. તમારા હાથ વડે બધુ ભેળવી લો અને જુઓ કે તમે ડમ્પ્લિંગ બનાવી શકો છો કે નહીં, જો મિશ્રણ હજુ પણ ભીનું હોય તો એક મોટી ચમચી મકાઇનો અને મેંદાનો લોટ નાખો. ગૂંદી લો અને ફરીથી ડમ્પ્લિંગ બનાવવાનો પ્રયાસ કરો, જો તે બરાબર બને તો મિશ્રણ યોગ્ય છે.
 2. હવે ડમ્પ્લિંગને ગોળ-ગોળ વણો. દરમિયાનમાં, તળવા માટે એક કઢાઇમાં તેલ ગરમ કરો. એકવાર બધા ડમ્પ્લિંગ ગોળ-ગોળ વણાઇ જાય પછી તેને એક બાજુ પર મૂકી દો.
 3. તેલને ચકાસી જુઓ, ગરમ થઈ જાય તો તેમાં પૂરતાં ડમ્પ્લિંગ નાખો અને સોનેરી થાય ત્યાં સુધી તળો. તેને એક કાળગ પર ઊતારી લો અને એક બાજુ પર મૂકી દો.
 4. રસો બનાવા માટે:
 5. એક કઢાઇમાં તેલ ગરમ કરો, ગરમ થઈ જાય પછી લસણ અને લીલું મરચું નાખો, 1-2 મિનિટ સુધી સાંતળો. હવે સમારેલી ડુંગળી અને લાલ-પીળા શિમલા મરચાં નાખો અને એક મિનિટ માટે સાંતળો.
 6. આગળ, સૉસ, સરકો, મીઠું અને મરી નાખીને બરાબર હલાવો. પછી પાણીમાં ઓગાળેલ મકાઇનો લોટ નાખો. સારી રીતે હલાવો અને તુરંત જ તળેલા ડમ્પ્લિંગ નાખો.
 7. સારી રીતે હલાવો, આંચ ધીમી કરો અને ઢાંકણ વડે ઢાંકી દો. થોડી વાર પછી, ઢાંકણ હટાવી લો અને સારી રીતે હલાવો. ગેસ બંધ કરો અને લીલી અને સફદ ડુંગળી વડે સજાવટ કરો.
 8. સ્વાદિષ્ટ ચાયનીઝ વાનગી ખાવા માટે તૈયાર છે. ફ્રાઇડ રાઇસ અથવા નૂડલ્સ અથવા જીરા રાઇસ સાથે પીરસો. કૅચઅપ સાથે પણ પીરસવાનો એક ઉત્તમ વિકલ્પ છે.

Reviews for Vegetable Manchurian Recipe in Gujarati (1)

Ashvin Menata year ago

Varry nice
જવાબ આપવો