Home / Recipes / Cashew nuts sliced

665
6
0.0(0)
0

Cashew nuts sliced

Aug-30-2018
Anjali Kataria
5 minutes
Prep Time
15 minutes
Cook Time
5 People
Serves
Read Instructions Save For Later

ABOUT Cashew nuts sliced RECIPE

કાજુ-બદામ કતરી મારા નાના ભાઈની પ્રિય મીઠાઈ છે. સામાન્ય રીતે કતરી કાજુ માંથી બનાવવામાં આવે છે. પરંતુ અહીં મેં બદામનો પણ ઉપયોગ કર્યું હોવાથી આ એક અનોખી મીઠાઈ છે. આ એક સરળ અને ભાવતી મીઠાઈ છે.

Recipe Tags

  • Hard
  • Festive
  • Gujarat
  • Healthy
  • Dessert
  • Veg

Ingredients Serving: 5

  1. ["ચાંદી નો વરખ"]
  2. ["૧\/૪ નાની ચમચી ગુલાજળ"]
  3. ["૧\/૪ નાની ચમચી ઇલયચી પાવડર"]
  4. ["૧\/૪ કપ પાણી"]
  5. ["૧\/૨ કપ ખાંડ"]
  6. ["૧\/૪ કપ બદામ"]
  7. ["૧\/૨ કપ કાજુ"]

Instructions

  1. એક કઢાઈ લો.
  2. તેમાં બદામ ઉમેરો.
  3. ધીમા તાપે બદામને એક મિનિટ સુધી શેકો.
  4. બદામને સતત હલાવતા રહો.
  5. ત્યારબાદ તેમાં કાજુ ઉમેરો.
  6. બદામ અને કાજુ બન્નેને બે મિનિટ સુધી ધીમા તાપે શેકો.
  7. ગેસ બંધ કરી દો.
  8. શેકેલા કાજુ બદામ ને એક બાઉલમાં કાઢી લો.
  9. હવે તેને ઠંડા પડવા દો.
  10. શેકેલા કાજુ બદામ ઠંડા પડે એટલે એક મિક્સરની જારમાં તેને નાખીને પીસી લો.
  11. પીસતી વખતે થોડા થોડા અંતરે કાજુ અને બદામ ને ચેક કરી લો.
  12. એક રસ પાવડર બને ત્યાં સુધી પીસો.
  13. ધ્યાન રાખો કે પીસતી વખતે બદામ અને કાજુ માથી તેલ ન છૂટે.
  14. હવે એક કઢાઈ લો.
  15. તેમાં ખાંડ અને પાણી ઉમેરો.
  16. ગુલાબ જળ પણ ઉમેરો.
  17. ધીમા તાપે ખાંડને ઓગાળો.
  18. ખાંડ ઓગળી જાય એટલે તેમાં કાજુ-બદામનો પાઉડર નાખો.
  19. ધીમા તાપે તેને હલાવો.
  20. ધ્યાન રાખો કે કાજુ-બદામના ગાંઠા ન રહે.
  21. જો ગઠા હોય તો તેને તોડી ને બરાબર મિક્ષ કરી લો.
  22. કાજુ બદામ એક ક્રશ થાય ત્યાં સુધી હલાવો.
  23. થોડા સમય પછી મિશ્રણને તમારા હાથમાં લઈને ચેક કરી લો જો મિશ્રણ તમારા હાથમાં ન ચોંટે તો તે બરાબર પાકી ગયું છે.
  24. અને જો મિશ્રણ તમારા હાથમાં ચોંટે તો તેને ફરીથી એક અથવા બે મિનિટ સુધી પાકવા દો.
  25. હવે એક બાઉલ લો.
  26. તેમાં કાજુ બદામ કતરીના મિશ્રણને ઉમેરો.
  27. એક મિનિટ સુધી મિશ્રણને ઠંડું પડવા દો.
  28. હવે તમારા હાથમાં તેલ લગાવી લો.
  29. અને મિશ્રણનો બરાબર લોટ બાંધી લો.
  30. લોટ બાંધતી વખતે જો તમને જરૂર પડે તો એક થી બે ચમચી તેલ પણ ઉમેરો.
  31. ધીમા હાથે લોટ બાંધો.
  32. બહુ વધારે પણ લોટ ન બાંધવો જો આવું કરશો તો કાજુ અને બદામનું તેલ બહાર આવવા લાગશે.
  33. એક વસ્તુનું ધ્યાન રાખો જ્યારે તમે લોટ બાંધો છો ત્યારે મિશ્રણ ગરમ હોવું જરૂરી છે.
  34. જો તમને લોટ વધારે ઢીલો લાગે તો તમે એમાં એક નાની ચમચી દૂધનો પાવડર ઉમેરો.
  35. અને જો તમને લોટ વધારે કઠણ લાગતો હોય તો તેમાં એક ચમચી દૂધ નાખીને ફરીથી લોટ બાંધી લો.
  36. હવે એક થાળી લો.
  37. તેને ઊંધી મૂકી ને તેના પર ઘી અથવા તો તેલ લગાવી લો.
  38. હવે કાજુ બદામ કતરીના લોટ ને તેના પર મૂકો.
  39. વેલણની મદદથી તેને ગોળ વણી લો.
  40. ધ્યાન રાખજો કે મિશ્રણ ગરમ હોવું જરૂરી છે.
  41. હવે ઉપરી ભાગ લીસો કરવા માટે ફોઇલ પેપર ને તેના ઉપર ઢાંકો અને વણી લો.
  42. ચારથી પાંચ એમએમ ની જાડાઈ રાખો.
  43. તેના પર ચાંદીનો વરખ લગાવો.
  44. હવે કાજુ બદામ કતરીના મિશ્રણને ઠંડુ થવા દો.
  45. ઠંડુ થાય એટલે તેને કતરીના આકારમાં કાપો.
  46. કાપતી વખતે ધ્યાન રાખવું કે તે તૂટે નહીં.
  47. કાજુ બદામ કતરી પીરસવા માટે તૈયાર છે.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE