પાલક પનીર પફ પિનવ્હીલ | Palak paneer puff pinwheel Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  13th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Palak paneer puff pinwheel by Urvashi Belani at BetterButter
પાલક પનીર પફ પિનવ્હીલby Urvashi Belani
  • તૈયારીનો સમય

    2

    1 /2Hours
  • બનાવવાનો સમય

    60

    મીની
  • પીરસવું

    4

    લોકો

1

0

About Palak paneer puff pinwheel Recipe in Gujarati

પાલક પનીર પફ પિનવ્હીલ વાનગીઓ

પાલક પનીર પફ પિનવ્હીલ Ingredients to make ( Ingredients to make Palak paneer puff pinwheel Recipe in Gujarati )

  • 1/2 કપ છીણેલું પનીર
  • 1/2 કપ બારીક કાપેલી પાલક
  • 1 બારીક કાપેલી ડુંગળી
  • 2 બારીક કાપેલા લીલા મરચાં
  • 1/2 ચમચી જીરું
  • 1/4 ચમચી લાલ મરચું
  • 1/4 ચમચી ચાટ મસાલો
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • નમક(સ્વાદાનુસાર)
  • 2 ચમચી તેલ
  • પફ શીટ માટે:
  • 350 ગ્રામ મેંદો
  • 150 ગ્રામ નમક વગર નું માખણ
  • 1 ચમચી માખણ
  • નમક (સ્વાદાનુસાર)
  • 1/2 ચમચી અજમો

How to make પાલક પનીર પફ પિનવ્હીલ

  1. પૂરણ ની સામગ્રી બનાવવા માટે એક કઢાઈ માં તેલ ગરમ કરી જીરું નાખો. પછી ડુંગળી નાખી લીલાં મરચાં નાખો.
  2. 2 મિનિટ પછી પાલક નાખી ઢાંકી ને 2 મિનિટ સુધી સીમ આંચ પર પકાવો.
  3. પછી પનીર અને બધા મસાલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો.
  4. પફ શીટ બનાવવા માટે મેંદા માં નમક, અજમો,1 ચમચી માખણ નાખી મિક્સ કરો. પાણી નાંખી કઠણ લોટ બાંધી તેને 2 કલાક ઢાંકી ને મુકી દો.
  5. પછી લોટ ને સારી રીતે કુટી ને નરમ બનાવો.
  6. 150 ગ્રામ માખણ ના ચાર ભાગ કરો
  7. આખો લોટ લઈ તેને ચોરસ આકાર માં વણી ને તેના પર માખણ નો એક ભાગ લગાવી લિફાફા ની જેમ વણી લો.
  8. ફરી થી માખણ લગાવી વણી લો.
  9. આ રીતે ચાર વાર માખણ લગાવી વણવાનું છે.
  10. પછી ચારે બાજુ થી કીનારી કાપી લો અને વચ્ચે થી કાપી લંબચોરસ આકાર આપો.
  11. લંબચોરસ પફ શીટ પર પૂરણ મુકીને તેને ગોળ વાણી ને રોલ બનાવો.
  12. રોલ ની ગોળ સ્લીએસ કાપો.
  13. બેકિંગ ટ્રે માં તેલ લગાવી ધીરે થી પીનવ્હીલ મુકો.
  14. 180ડિગ્રી પર 20 થી 25 મિનિટ સુધી પ્રિહીટેડ ઓવેન માં બેક કરો
  15. ગરમા ગરમ ટોમેટો સોંસ સાથે સર્વ કરો.

My Tip:

પફ શીટ ને માખણ લગાવી વણતી વખતે તેને એકજ તરફ થી લિફાફા ની જેમ ચાર વખત વણવાનું છે.

Reviews for Palak paneer puff pinwheel Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો