હોમ પેજ / રેસિપી / પાલક પનીર પફ પિનવ્હીલ

Photo of Palak paneer puff pinwheel by Urvashi Belani at BetterButter
1163
8
0.0(0)
0

પાલક પનીર પફ પિનવ્હીલ

Jun-13-2018
Urvashi Belani
150 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક પનીર પફ પિનવ્હીલ રેસીપી વિશે

આ રેસિપી માં પાલક અને પનીર નું મિશ્રણ કરી પૂરણ તૈયાર કર્યુ છે અને પફ શીટ બનાવી તેમાં ભરી ને પિનવ્હીલ બનાવી બેક કર્યા છે.

રેસીપી ટૈગ

  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ છીણેલું પનીર
  2. 1/2 કપ બારીક કાપેલી પાલક
  3. 1 બારીક કાપેલી ડુંગળી
  4. 2 બારીક કાપેલા લીલા મરચાં
  5. 1/2 ચમચી જીરું
  6. 1/4 ચમચી લાલ મરચું
  7. 1/4 ચમચી ચાટ મસાલો
  8. 1/4 ચમચી ગરમ મસાલો
  9. નમક(સ્વાદાનુસાર)
  10. 2 ચમચી તેલ
  11. પફ શીટ માટે:
  12. 350 ગ્રામ મેંદો
  13. 150 ગ્રામ નમક વગર નું માખણ
  14. 1 ચમચી માખણ
  15. નમક (સ્વાદાનુસાર)
  16. 1/2 ચમચી અજમો

સૂચનાઓ

  1. પૂરણ ની સામગ્રી બનાવવા માટે એક કઢાઈ માં તેલ ગરમ કરી જીરું નાખો. પછી ડુંગળી નાખી લીલાં મરચાં નાખો.
  2. 2 મિનિટ પછી પાલક નાખી ઢાંકી ને 2 મિનિટ સુધી સીમ આંચ પર પકાવો.
  3. પછી પનીર અને બધા મસાલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો.
  4. પફ શીટ બનાવવા માટે મેંદા માં નમક, અજમો,1 ચમચી માખણ નાખી મિક્સ કરો. પાણી નાંખી કઠણ લોટ બાંધી તેને 2 કલાક ઢાંકી ને મુકી દો.
  5. પછી લોટ ને સારી રીતે કુટી ને નરમ બનાવો.
  6. 150 ગ્રામ માખણ ના ચાર ભાગ કરો
  7. આખો લોટ લઈ તેને ચોરસ આકાર માં વણી ને તેના પર માખણ નો એક ભાગ લગાવી લિફાફા ની જેમ વણી લો.
  8. ફરી થી માખણ લગાવી વણી લો.
  9. આ રીતે ચાર વાર માખણ લગાવી વણવાનું છે.
  10. પછી ચારે બાજુ થી કીનારી કાપી લો અને વચ્ચે થી કાપી લંબચોરસ આકાર આપો.
  11. લંબચોરસ પફ શીટ પર પૂરણ મુકીને તેને ગોળ વાણી ને રોલ બનાવો.
  12. રોલ ની ગોળ સ્લીએસ કાપો.
  13. બેકિંગ ટ્રે માં તેલ લગાવી ધીરે થી પીનવ્હીલ મુકો.
  14. 180ડિગ્રી પર 20 થી 25 મિનિટ સુધી પ્રિહીટેડ ઓવેન માં બેક કરો
  15. ગરમા ગરમ ટોમેટો સોંસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર