હોમ પેજ / રેસિપી / મીન્ટી પનીર બિરયાની

Photo of Minty paneer biryani.. by Leena Sangoi at BetterButter
541
0
0.0(0)
0

મીન્ટી પનીર બિરયાની

Jun-27-2018
Leena Sangoi
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીન્ટી પનીર બિરયાની રેસીપી વિશે

રસદાર પનીરનો કોઇપણ ભારતીય વાનગીમાં ઉમેરો તેને મજેદાર બનાવે છે, ભલે તે કોઇ ભાજી હોય કે પછી બિરયાની. ફ્કત પનીર સાથે કઇ વસ્તુનો સંયોજન કરવો તેનો થોડો વિચાર કરવો પડે, કારણ કે પનીર સ્વાદમાં સૌમ્ય હોય છે અને તે બીજી સામગ્રીનો સ્વાદ સંપૂર્ણ રીતે શોષી લે છે. આ વાનગી બનાવીને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ચોખા અને પનીરના સંયોજન વડે એક અત્યંત મોહક અને સ્વાદભરી બિરયાની બનાવી શકાય છે. અહીં ફૂદીના, કોથમીર, લીંબુનો રસ અને થોડા મસાલા વડે બનતી પેસ્ટને પહેલા ઝટપટ સાંતળી લો અને પછી તેમાં ભાત મેળવીને જુઓ કે એવી મજેદાર મીન્ટી પનીર બિરયાની તૈયાર થશે, કે તે તમારા પ્રિયજનોની મનપસંદ વાનગી તરત જ બની જશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩ કપ રાંધેલા ભાત
  2. ૩/૪ કપ પનીરના ચોરસ ટુકડા
  3. ૧ ટેબલસ્પૂન ઘી
  4. ૨ એલચી
  5. ૨ તમાલપત્ર
  6. મીઠું , સ્વાદાનુસાર
  7. મિક્સ કરીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (પાણી ઉમેરયા વગર)
  8. ૧/૨ કપ સમારેલા ફૂદીનાના પાન
  9. ૧/૨ કપ સ્લાઇસ કરેલા કાંદા
  10. ૧ ટીસ્પૂન જીરૂ
  11. ૫ કાળા મરી
  12. ૨ ટીસ્પૂન આખા ધાણા
  13. ૧ ટીસ્પૂન સમારેલું આદૂ
  14. ૧ ટીસ્પૂન સમારેલું લસણ
  15. ૧ ટીસ્પૂન લીંબુનો રસ
  16. ૧ ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં
  17. મીઠું , સ્વાદાનુસાર
  18. સજાવવા માટે ૧ ફૂદીનાની ડાળખી

સૂચનાઓ

  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં એલચી અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં તૈયાર કરેલી ફૂદીનાની પેસ્ટ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  3. તે પછી તેમાં ભાત, પનીર અને મીઠું મેળવી, હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. ફૂદીનાની ડાળખી વડે સજાવી ને તરત જ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર