BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / જલેબી

Photo of Jalebi by Dipika Ranapara at BetterButter
1
2
0(0)
0

જલેબી

Aug-07-2018
Dipika Ranapara
720 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જલેબી રેસીપી વિશે

જલેબી એ ગુજરાત માં ખૂબજ લોકપ્રિય છે. ફાફડા જલેબી નો કોમ્બીનેશન ગુજરાતી ભોજન મા ખૂબજ પ્રિય છે. મેંદા, દહી , ઘી અને ચાસણી થી જલેબી બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • ઉકાળવું
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. 1કપ મેંદો
  2. 1ટી સ્પૂન દહી
  3. ચપટી ઓરેન્જ કલર
  4. પાણી આશરે 3/4 કપ
  5. ચાસણી ની સામગ્રી :
  6. 1કપ ખાંડ
  7. 3/4 કપ પાણી
  8. 1/4 ટી સ્પૂન લીંબુનો રસ
  9. ચપટી કેસર
  10. સુકોમેવો જરુરીયાત મુજબ સજાવટ માટે

સૂચનાઓ

  1. એક વાસણ માં મેંદો , દહી અને પ્રમાણસર પાણી રેડીને હલાવી લો અને આખી રાત આથો લાવવા માટે મૂકો.
  2. એક વાસણ માં ખાંડ , પાણી પ્રમાણસર નાખી ઉકાળો.
  3. એક તાર ની ચાસણી બનાવો.
  4. તેમાં ચપટી કેસર અને લીંબુનો રસ નાખી બરાબર હલાવી લો.
  5. મેંદા ના ખીરા મા ઓરેન્જ કલર નાખી બરાબર હલાવી લો .
  6. એક પાઇપીંગ બેગ માં મેંદા નુ ખીરૂ ભરીને ઘી ગરમ કરી તેમાં જલેબી ના ગુચળા પાડો.
  7. બન્ને બાજુ બરાબર તળી લો અને તળાઈ જાય એટલે 30 સેકન્ડ માટે ચાસણી માં ડૂબાડી સૂકા મેવા કે કેસર થી સજાવટ કરો.
  8. ગરમાગરમ જલેબી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર