માવા ના ઘૂઘરા | Mawa Ghughra Recipe in Gujarati

ના દ્વારા Dr.Kamal Thakkar  |  13th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Mawa Ghughra by Dr.Kamal Thakkar at BetterButter
માવા ના ઘૂઘરાby Dr.Kamal Thakkar
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  10

  લોકો

3

0

માવા ના ઘૂઘરા

માવા ના ઘૂઘરા Ingredients to make ( Ingredients to make Mawa Ghughra Recipe in Gujarati )

 • ઉપર ના પડ માટે:
 • મેંદો ૧ કપ
 • ઘઉં નો લોટ ૧ કપ
 • રવો ૩ મોટી ચમચી
 • ઘી ૪ મોટી ચમચી
 • પાણી જરૂર પ્રમાણે
 • પૂરણ માટે:
 • માવો ૩૦૦ ગ્રામ
 • કોપરા નું ખમણ ૧ કપ
 • સમારેલા સૂકા મેવા ૧/૨ કપ
 • એલચી પાવડર ૧ ચમચી
 • ઘી ૧ ચમચી
 • પીસેલી ખાંડ ૩/૪ કપ
 • ઘી તળવા માટે

How to make માવા ના ઘૂઘરા

 1. એક પેન માં એક ચમચી ઘી લઈને એમાં માવો શેકી લો.
 2. માવો શેકાઈ જાય એટલે નારિયેળ નું ખમણ ઉમેરો.
 3. એક થી બે મિનિટ શેકીને સૂકા મેવા ઉમેરો.
 4. એલચી પાવડર ઉમેરો.
 5. ગેસ બંદ કરીને ખાંડ ઉમેરો.બધું સરસ ભેગું કરીને ઠંડુ થવા દો.
 6. ઉપર ના પડ માટે બંને લોટ,રવો અને ઘી ભેગા કરીને હાથે થી મસળી લો.
 7. જરૂર પ્રમાણે પાણી ઉમેરીને કડક લોટ બાંધો.
 8. ૧૦ મિનિટ પછી આ લોટ માં થી એક નાનો લુઓ લઇ ને એની પુરી વણો.
 9. પુરી ની વચ્ચે પૂરણ મુકો અને ચારે કોર પાણી ની આંગળી ફેરવી દો.
 10. ઘૂઘરો બંદ કરી ને કાંગરી વાળો.બધા ઘૂઘરા આવીજ રીતે તૈયાર કરો.
 11. ઘી માધ્યમ તાપે ગરમ કરીને આ ઘૂઘરા તળી લેવા.આપણા માવા ના ઘૂઘરા તૈયાર છે.
 12. આને તમે ઓવેન માં ૧૮૦ ℃ પર બેક પણ કરી શકો.૨૦-૨૨ મિનિટ બેક કરવા.આ મેં બેક કરેલા ઘૂઘરા છે.

Reviews for Mawa Ghughra Recipe in Gujarati (0)