હોમ પેજ / રેસિપી / પનીર બટર મસાલા

Photo of Paneer butter masala by Hanika Thadani at BetterButter
731
8
0.0(0)
0

પનીર બટર મસાલા

Dec-11-2018
Hanika Thadani
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર બટર મસાલા રેસીપી વિશે

આ વાનગી બધાને ભાવે છે.હોટલમાં આ શાક ખાવા કરતા ઘરે આ સરળ રીતે થી બનાવો અને બધાની પ્રશંસા માંણો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ મધ્યમ કદની ડુંગળી
  2. ૨ મધ્યમ કદના ટામેટા
  3. ૧ લીલું મરચું
  4. ૫ કળી લસણ
  5. નાનો અદરક નો ટુકડો
  6. ૧૦૦ ગ્રામ પનીર
  7. ૧૫ નંગ ટુકડી કાજુ
  8. ૧ ચમચી મગસતરીના બીજ
  9. ૧/૨ ચમચી ખસખસ
  10. ૧/૨ વાટકી દૂધ
  11. ૧ ચમચી દૂધ અથવા દહીં ની મલાઈ
  12. ૧ ચમચી બટર
  13. ૫ ચમચી તેલ
  14. ૧ ૧/૨ ગ્લાસ પાણી
  15. ૧/૨ ચમચી કસૂરી મેથી
  16. મીઠું સ્વાદ મુજબ
  17. ૧/૨ ચમચી લાલ મરચું
  18. ૧/૪ ચમચી હળદર
  19. ૧ ચમચી ધાણાજીરું
  20. તેલ તળવા માટે
  21. કોથમીર સજાવવા માટે
  22. ૧ ચમચી કિચનકિંગ મસાલો

સૂચનાઓ

  1. સૌપ્રથમ ડુંગળી લાંબી લાંબી કાપી તેલમાં સોનેરી રંગ ની થાય ત્યાં સુધી તળી લો.
  2. મિક્સરમાં ડુંગળી,ટામેટા,લસણ,લીલું મરચું અને અદરક પીસી લો.
  3. કડાઈ માં તેલ લો.ગરમ થાય એટલે પીસેલું મિશ્રણ નાખી હલાવો.
  4. તેમાં બધા સૂકા મસાલા નાખી મિક્સ કરો.
  5. ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો
  6. પછી એમાં દૂધ માં ૧૫ મિનિટ પલાળૅલા ૮ કાજુ,ખસખસ અને મગસતરીના બીજ પીસીને નાખો.
  7. કસુરી મેથી,દહીં ની મલાઈ નાખી મિક્સ કરો.પનીર ના ટુકડા નાખો.
  8. હવે પાણી નાખી ને મિક્સ કરી પછી બટર નાખી ચડવા દો
  9. તૈયાર છે પનીર બટર મસાલા.
  10. કાજુ અને કોથમીર થી સજાવો.નાન કે પરાઠા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર