BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / થેપલા એન્ચીલાડા

Photo of Methi Thepla Enchilladas by Mital Viramgama at BetterButter
74
5
0(0)
0

થેપલા એન્ચીલાડા

Feb-21-2019
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થેપલા એન્ચીલાડા રેસીપી વિશે

થેપલા એન્ચીલાડા એક ફ્યુઝન ડીસ છે.એન્ચીલાડા એક મેક્સીકન ડીસ છેં જેને મે હેલ્થી વર્ઝન મા બનાવી છે .જે બાળકોને ખૂબજ પસંદ આવશે. જે બાળકો મેંથી અને સલાડ ન ખાતા હોય તે પણ એન્જોય કરીને આ ડીસ ખાઇ છે.આમાં મે ટોર્ટિયા ની જગ્યાએ મેંથી થેપલા યુઝ કરી હેલ્થી અને ફ્યુઝન કરી બનાવ્યાં છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • બેકિંગ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંથી થેપલા માટે
  2. 1કપ ધઉં નો લોટ
  3. 1/2 કપ જીણી સમારેલી મેંથી
  4. 1/4કપ જીણી સમારેલા લીલા ધાણા
  5. 1/4 ટી સ્પૂન હળદર
  6. 1ટેબલ સ્પૂન લસણ આદુ મરચાં ની પેસ્ટ
  7. 1 1/2 ટેબલ સ્પૂન તેલ
  8. સ્ટફીંગ માટે :deciduous_tree:
  9. 1ગાજર જીણુ ખમણેલું
  10. 1કેપ્સીકમ જીણુ સમારેલુ
  11. 1ડુંગળી ઝીણી સમારેલી
  12. 3ટેબલ સ્પૂન બીટ ખમણેલું
  13. 3 ટેબલ સ્પૂન સ્વીટ કોર્ન બોઇલ કરેલાં
  14. 1ટી સ્પૂન મરી નો ભૂકો
  15. નીમક સ્વાદ અનુસાર
  16. થોડું લેમન જયુસ
  17. ગ્રેવી માટે :hibiscus:
  18. 1ડુંગળીઝીણી સમારેલી
  19. 1ટી સ્પૂન લસણની પેસ્ટ
  20. 1ટેબલ સ્પૂન તેલ
  21. 1/2 કપ ટામેટો પયુરી
  22. 2ટેબલ સ્પૂન ટામેટો સોસ
  23. 1ટેબલ સ્પૂન ચીલી સોસ
  24. 1/4 ટી સ્પૂન લાલ મરચું
  25. નીમક સ્વાદ અનુસાર
  26. 1/4 કપ ચીઝ ચેડર અથવા મોંદરેલા ખમણેલું

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ધઉં ના લોટ મા બધો મસાલો મેંથી મીક્સ કરી થેપલા જેવો લોટ બાંધી લો.દસ પંદર મીનીટ રહેવા દો.
  2. હવે થેપલા વણી નોન સ્ટીક પેનમાં રોટલી ની જેમ ચોડવાના. વધારે ચોડવાના નથી.
  3. આવી રીતે બધાં થેપલા બનાવી ઠંડા થવા દો.
  4. હવે અંદરનુ સ્ટફીંગ માટે સલાડ બાનાવી લો.થોડું સલાડ ડેકોરેશન માટે અલગ રાખી દો.બાકી ના સલાડ મા નીમક અને લેમન જયુસ નાખી મીક્સ કરી લો.
  5. હવે ગ્રેવી માટે તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને લસણની પેસ્ટ નાખી સાંતળવું. હવે તેમાં ટામેટો પયુરી અને સોસ તેમજ ચીલી સોસ નાખી નીમક લાલ મરચું નાખી મીક્સ કરી લો બરાબર. ગ્રેવી તૈયાર છે.
  6. હવે તૈયાર થેપલા મા સલાડ નું સ્ટફીંગ ભરી રોલ વાળી લો.
  7. હવે એક ઓવન પ્રુફ બાઉલ માં અથવા ટ્રે મા એન્ચીલાડા ગોઠવી તેની ઉપર ગ્રેવી નાંખી ઉપર ચીઝ છાંટી દો.હવે પ્રી હીટેડ ઓવન મા પાંચ થી દસ મિનિટ બેંક કરવાનું.
  8. એન્ચીલાડા બેંક થઇ જાય એટલે ગરમાગરમ સવઁ કરો ઉપર થોડું સલાડ છાંટી દો.હવે ઇન્જોય તમારાં એન્ચીલાડા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર