હોમ પેજ / રેસિપી / ચોકલેટ સમોસા

Photo of Chocolate samosa by Apeksha's Kitchen at BetterButter
383
10
0.0(0)
0

ચોકલેટ સમોસા

Dec-20-2018
Apeksha's Kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ સમોસા રેસીપી વિશે

સમોસા તો તમે ઘણી પ્રકારના ખાધા હશે પણ આજે હું તમારી સામે એક ડેઝર્ટ સમોસા લાવીછુ જે પાર્ટી મા આવેલા નાના અને મોટા દરેક મહેમાન ના મન જીતી લેશે.

રેસીપી ટૈગ

  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઠંડુ કરવું
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 વાટકી મેંદો
  2. 1 વાટકી ડ્રાય ફ્રુટ ( કાજુ, બદામ, પિસ્તા, અખરોટ)
  3. 1 ચમચી તેલ
  4. 1 ચમચી દળેલી ખાંડ
  5. તેલ તળવા માટે
  6. ડાર્ક ચોકલેટ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઇને તેમા 1 ચમચી તેલ અને દળેલી ખાંડ ઉમેરો અને પાણી થી કડક લોટ બાંધી લો.
  2. હવે બીજી તરફ એક પેન બધા ડ્રાય ફ્રુટ નાખી તેને થોડા રોસ્ટ કરીલો. ડ્રાય ફ્રુટ ને એક બાઉલમાં કાઢીલો.
  3. ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે તેમાં ચોકલેટના થોડા ટુકડા નાખી મિક્સ કરીલો.
  4. હવે મેદાના લોટના નાના લુઆ તૈયાર કરીલો.
  5. એક લુવો લઇ તેની પુરી તૈયાર કરો તેને વચ્ચેથી કપીલો. તેના કિનારે પાણી લગાવી સમોસાનો આકાર આપો.
  6. હવે તેમા તૈયાર કરેલ ડ્રાય ફ્રુટ અને ચોકલેટ નું સ્ટફિંગ ભરી સમોસો બંધ કરીદો.
  7. આ રીતે બઘા સમોસા તૈયાર કરીલો.
  8. હવે કઢાઈમાં તેલ ગરમ કરી બધા સમોસા ધીમી આંચ પર તળીલો.
  9. હવે બીજી તરફ ડાર્ક ચોકલેટ ને ડબલ બોઈલર મા પીગાળીદો. અને બધા સમોસાને એક એક કરીને તેમા નાખી ચોકલેટ થી કોટ કરીદો.
  10. બધા સમોસા પર ચોકલેટ નું કોટીંગ થઈ જાય પછી સમોસાને ફ્રીઝમાં ઠંડું થવા મુકો.
  11. ઉપરથી દળેલી ખાંડ નાખી ઠંડા ઠંડા સમોસા સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર