હોમ પેજ / રેસિપી / રેડ વેલ્વેટ આઈસ ક્રીમ ઇન વ્હાઇટ ચોકલેટ બાઉલ

Photo of Red velvet icecream in white chocolate bowl by Urvashi Belani at BetterButter
552
9
0.0(0)
0

રેડ વેલ્વેટ આઈસ ક્રીમ ઇન વ્હાઇટ ચોકલેટ બાઉલ

Dec-31-2018
Urvashi Belani
600 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેડ વેલ્વેટ આઈસ ક્રીમ ઇન વ્હાઇટ ચોકલેટ બાઉલ રેસીપી વિશે

રેડ વેલ્વેટ કેક બનાવી તેની આઈસ્ક્રીમ બનાવી તેને વ્હાઇટ ચોકલેટ બાઉલ બનાવીને તેની અંદર સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. રેડ વેલ્વેટ આઈસ્ક્રીમ બનાવવા માટે:
  2. 500મિલી દૂધ
  3. 7 ટેબલસ્પૂન ખાંડ
  4. 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  5. 11/2 ટી સ્પૂન કોર્નફ્લોર
  6. 11/2 ટી સ્પૂન જી.એમ.એસ પાવડર
  7. ચપટી સી. એમ.સી પાવડર
  8. 1/2 કપ ફ્રેશ ક્રીમ
  9. 1/2 ટી સ્પૂન આઈસ્ક્રીમ એસેન્સ
  10. 2 રેડ વેલ્વેટ કપ કેક
  11. ચોકલેટ બાઉલ બનાવવા માટે:
  12. વ્હાઇટ ચોકલેટ
  13. કપકેક મોલ્ડ

સૂચનાઓ

  1. દૂધ માં મિલ્ક પાવડર, કોર્નફ્લોર, ખાંડ, જી.એમ.એસ પાવડર અને સી. એમ.એસ પાવડર નાખી બરાબર મિક્સ કરી, ગૅસ પર ગરમ કરવા મુકો.
  2. સતત હલાવતા રહેવું, જ્યારે એક બે ઉકળા આવે ત્યારે ગેસ બન્દ કરી દેવું.
  3. ઠંડુ થાય પછી એરટાઈટ ડબ્બા માં નાખી 4 થી 5 કલાક ફ્રીઝર માં સેટ કરવા મૂકી દો.
  4. હવે ફ્રીઝર માંથી કાઢી તેમાં ફ્રેશ ક્રીમ અને સેસેન્સ નાખી બીટર થી 10-12 મિનિટ બીટ કરવું.
  5. હવે કપકેક ને હાથ વડે મસળી ને ભૂકો કરવો, આ ભુકા ને આઈસ્ક્રીમ માં નાખી હળવે થી મિક્સ કરી ફરી થી 4 -5 કલાક માટે ફ્રીઝર માં મૂકી દેવું.
  6. ચોકલેટ કપ બનાવવા માટે, વ્હાઇટ ચોકલેટ ને ડબલ બોઇલર માં મેલ્ટ કરી કપકેક મોલ્ડ માં ફેલાવી દો, પછી ફ્રીઝર માં 10 મિનિટ મુકો.
  7. હવે ધીરે થી મોલ્ડ ને અલગ કરો.
  8. તૈયાર ચોકલેટ કપ માં આઈસ્ક્રીમ નાખી ઉપર થી ફરી થોડો કેક નો ભૂકો નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર